બેટ દ્વારકા ને જોડતો સુદર્શન સેતુ કાર્યરત બન્યા પછી બેટ દ્વારકા ને જોડતા બે એસટી ના નવા રૂટો આજથી શરૂ થયા
- જામનગરના ધારાસભ્ય દિવ્યેશ અકબરીના પ્રયાસોથી અમરેલી અને માણસા થી બેટ દ્વારકા સુધીની એસ.ટી. બસના બે રૂટનો પ્રારંભ
દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨૭, ફેબ્રુઆરી ૨૪ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તાજેતરમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા બેટ દ્વારકા ને જોડતા સુદર્શન સેતુને ખુલ્લો મુક્યા પછી હવે રોડ રસ્તે બેટ દ્વારકા ને જોડી દેવામાં આવ્યો છે, ત્યારે એસટી તંત્ર દ્વારા બેટ દ્વારકા માટે ના બસના બે રૂટનો પ્રારંભ કરી દેવાયો છે.જામનગર ના ૭૯- વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય દિવ્યેશ અકબરી ના પ્રયાસો થી આજ થી બે નવા એસટી બસના રૂટનો બેટ દ્વારકા સુધીનો પ્રારંભ થઈ ચૂક્યો છે.
બેટ દ્વારકા જવા એસ.ટી. બસ સેવા આજથી પ્રારંભ થાય તે માટે જામનગરના ૭૯- વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય દિવ્યેશ અકબરી દ્વારા રાજ્ય સરકારમાં રજૂઆત કરીને આ રૂટ પર તાત્કાલિક અસરથી એસટી દોડતી કરવા માટેની રજૂઆત કરવામાં આવી હતી, જે રજૂઆતને સફળતા મળી છે.
જેના અનુસંધાને આજે સૌ પ્રથમ અમરેલી – બેટ દ્વારકા રૂટ શરૂ કરાયો છે. જે સવારે ૫.૦૦ કલાકે અમરેલી થી આટકોટ, રાજકોટ, જામનગર, ખંભાળિયા, ભાટિયા અને દ્વારકા -ઓખા થઈ સુદર્શન બ્રિજ પર થી બેટ દ્વારકા પહોંચશે. ત્યારબાદ બેટ દ્વારકા -અમરેલી જવા માટે બપોરે ૧૫.૩૦ કલાકેવાયા ઓખા દ્વારકા ભાટીયા ખંભાળિયા રાજકોટ આટકોટ થઈ અમરેલી પહોંચશે તેજ રીતે માણસા -થી બેટ દ્વારકા સાંજે ૫.૩૦ કલાકે વાયા અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ, ધ્રોલ, જામનગર, ખંભાળિયા, દ્વારકા થઈ ૫.૫૦ કલાકે બેટ દ્વારકા પહોંચશે.
જ્યારે બેટ દ્વારકા થી માણસા જવા માટે બપોરે ૨.૫૦ કલાકે વાયા દ્વારકા, ખંભાળિયા, જામનગર, રાજકોટ, ધ્રોલ, ગાંધીનગર, અમદાવાદ થઈ માણસા પહોંચશે. જેનો સર્વેએ લાભ લેવા ધારાસભ્ય દિવ્યેશ અકબરી તેમજ એસટી તંત્ર દ્વારા અનુરોધ કરાયો છે.