જામનગરના લંધાવાડમાં કાકાના ઘરમાં ખાતર પાડતો ભત્રીજો: પાંચ લાખ લઈ ગયો.
- સીટી-બી “ડી” સ્ટાફના ધર્મેન્દ્રસિંહ જાડેજા તથા ક્રિપાલસિંહ સોઢાની બાતમીને મળી સફળતા
- લંઘાવાડના ઢાળીયા પાસેનો રહેતા અલુ પટેલના ઘરનો બનાવ : સીટી-બી ડિવિઝન પોલીસે ગણતરીની કલાકોમાં ભેદ ઉકેલ્યો
- જામનગરમાં વેપારીના મકાનમાંથી 5 5 લાખની ચોરી કૌટુંબીક ભત્રીજાએ કરી
- મુંબઇ નાશી જવાની પેરવી કરતો હતા ત્યાં જ પોલીસે દબોચી લીધો.
દેશ દેવી ન્યૂઝ જામનગર તા.૨૬ સપ્ટેમ્બર ૨૨ જામનગર શહેરના લંઘાવાડના ઢાળીયા પાસે આવેલા વેપારીના ઘરમાં કોઇ અજાણ્યો ઇસમ બંધ દરવાજા ખોલીને તિજોરી ચાવી વડે ખોલી તેમા રાખેલા રૂા. 5 લાખ રોકડ લઇને નાસી છૂટતા પોલીસમાં દોડધામ મચી હતી. પોલીસે ગણતરીની કલાકોમાં ચોરીમાં સંડોવાયેલા કુટુંબીક ભત્રીજાને પકડી પાડી તેની પાસેથી રોકડ રૂા.પાંચ લાખ કબજે કરી ગુનાનો ભેદ પોલીસે ઉકેલી નાખતા હાશકારો થયો હતો