અનાજ સસ્તુ કૌભાંડ મોટા.. માતૃ આશિષ સોસાયટીમાં સસ્તા અનાજની દુકાનમાં ચાલતા મોંઘા કૌભાંડ.!
ગરીબોના હકનો માલ રાતોરાત ખાનગી પ્રોવિઝન સ્ટોરમાં વેચી મરાતા ખળભળાટ.
વિડિયો ઉતારનાર નાગરીકને ૧૦૦ તોપોની સલામી..
સરકાર દ્વારા ગરીબોને આપવામાં આવતું સસ્તા અનાજ-તેલ ને બારોબાર વેચી મારવાનું કૌભાંડનો પર્દાફાશ.? વિડિયો થયા વાયરલ : જામનગર નવાગામ ઘેડ માતૃ આશિષ સોસાયટીમાં ચાલતી સસ્તા અનાજ દુકાનનું કારસ્તાન.?
તપાસનીસ અધિકારીની તપાસમાં સાબિત થાય તો સસ્તા અનાજની દુકાનનું લાયસન્સ રદ્, સીલ તેમજ પાસા સુધીની જોગવાઈ છે. હવે જોવાનું એ રહ્યું કે તંત્ર શું તીર મારે છે.!
દેશ દેવી ન્યુઝ નેટવર્ક જામનગર : ૨૬. રાજય સરકારો દ્વારા ગરીબ અને નબળા વર્ગના લોકો માટે સસ્તા અનાજની દુકાનમાંથી અત્યંત રાહત ભાવે તેમજ મફત્તમાં રાશન તેમજ કઠોળ, તેલ વગેરે આપવામાં આવે છે.
પરંતુ જેમ હંમેશા થતું આવે છે તેમ આવી બધી વસ્તુઓ બારોબાર પગ કરી જાય છે અને ગરીબોને મળવાપાત્ર અનાજ બજારમાં ખુલ્લેઆમ કાળાબજાર થાય છે. એવી અનેક ફરિયાદો ઊઠે છે અને કાર્યવાહી માત્ર કાગળ પર જ કરવામાં આવે છે.
કાળા બજારનો આવો જ એક વિડીયો સામે આવ્યો છે જેમાં સસ્તા અનાજની દુકાનમાંથી અનાજ બારોબાર લઈ જઈ વેંચી મારવામાં આવે છે.
નવાઇની વાત એ છે કે , સરાજાહેર ચાલતી આ પ્રવૃતિથી પુરવઠા ખાતું સદતર અજાણ છે.?
જામનગર શહેર – જિલ્લામાં સસ્તા અનાજની દુકાનમાંથી થતી કાળાબજારી કોઇ નવી વાત નથી,
અવાર – નવાર આવી ફરિયાદો થતી જાય છે, પરંતુ અધિકારીઓને મલાઈ મળતી હોવાથી તેમજ રાજકીય ઓથના કારણે આવા દુકાનદારો પર કોઇ પગલા ભરવામાં આવતા નથી અને સરકારની યોજના કાગળ પર જ સાબીત થઇ રહી છે.
આવો જ એક કિસ્સો જામનગર શહેરના નવાગામ ઘેડ વિસ્તારમાં બહાર આવ્યો છે, વોર્ડ નં . ૩ નવાગામ માતૃ આશિષ સોસાયટીમાં સસ્તા અનાજની દુકાન જે નિમિષ ધનજીભાઇ વાઢેર ના નામે છે, તેમાંથી છકડા રીક્ષા ભરી ભરીને ઘઉ, ચોખા, તેલના ડબા બારોબાર ખાનગી પ્રોવિઝન દુકાનમાં વેંચવામાં આવી રહ્યા છે.
સુત્રોમાંથી જાણવા મળતી માહિતી મુજબ વિડીયો વાયરલ થયા બાદ ઉપરોક્ત દુકાનનો માલ સીલ કરી તપાસ ચાલતી હોય અને આવનારા દિવસોમાં કડાકા-ભડાકા ના એંધાણ વર્તાઇ રહ્યા છે.!
સરાજાહેર ચાલતી કાળા બજારની પ્રવૃતિમાં પુરવઠા દ્વારા કાર્યવાહી થશે કે પછી અધિકારીઓ નિમિષ ધનજીભાઇ વાઢેર સામે શરણાગતિ સ્વીકારી લેશે.?
હાલ સસ્તા અનાજના મોટા કૌભાંડે શહેરભરમાં તેમજ નવાગામ ઘેડ માતૃ આશિષ સહિત આજુબાજુ વિસ્તારમાં સારી એવી ચર્ચા જગાડી છે.