Home Gujarat Jamnagar ચાંદી બજાર વાણિયાવાડમાં મોતનો નગ્નનાચ: વૃદ્ધે જીવ ગુમાવ્યો: જુવો Live Video

ચાંદી બજાર વાણિયાવાડમાં મોતનો નગ્નનાચ: વૃદ્ધે જીવ ગુમાવ્યો: જુવો Live Video

0

ચાંદી બજાર વાણિયાવાડમાં મોતનો નગ્નનાચ: વૃદ્ધે જીવ ગુમાવ્યો..

શહેરના મોટાભાગના વિસ્તારોમાં વકરેલી માથાના દુખાવા સમી સમસ્યા સામે તંત્રવાહકો મુકપ્રેક્ષક

જામનગરમાં રખડતા ઢોરનો જીવલેણ આતંક , વધુ એક વૃદ્ધે જીવ ગુમાવ્યો બજાર પાસે વાણીયાવાડ વિસ્તારનો બનાવ , ઘરેથી નિકળેલા વેપારી વૃધ્ધને ઢોરે ઢીકે ચડાવ્યા , સારવાર પૂર્વે મોત..

દેશ દેવી ન્યૂઝ જામનગર ૧૩ જૂન ૨૨.જામનગર શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ વધુ એક વખત જીવલેણ બન્યો છે.જેમાં ચાંદી બજાર વિસ્તારમાં રહેતા એક વેપારી વૃધ્ધને ઘર નજીક જ વાણીયાવાડ વિસ્તાર પાસે રખડતા ઢોરે ઢીકે ચડાવતા બેભાન હાલતમાં તેઓને તુરંત હોસ્પીટલમાં લઇ જવાતા સારવાર પુર્વે તેનુ મૃત્યુ નિપજ્યું હોવાનો બનાવ બહાર આવ્યો છે . જામનગર સહિત આજુબાજુના સિમાડા પરના માર્ગો પર રખડતા ઢોરના અડીંગા હવે સામાન્ય બન્યા છે.તંત્રવાહકોના ભેદી મૌન અને બેદરકારી વચ્ચે માથાના દુખાવા સમાન બનેલી રખડતા ઢોરની સમસ્યા વધુ એકવાર જીવલેણ બની હોવાનુ સામે આવ્યુ છે જેમાં શહેરના ચાંદી બજાર વિસ્તાર પાસે રહેતા ભરતભાઇ જેઠાલાલ બોસમીયા નામના પાંસઠ વર્ષીય વેપારી વૃધ્ધ ઘરેથી નિકળ્યા હતા . જે બાદ તેઓ ઘર નજીક વાણીયાવાડ વિસ્તાર પાસે પસાર થઇ રહયા હતા ત્યારે રખડતા ઢોરએ તેઓને ઢીકે ચડાવ્યા હતા આથી માથાના ભાગે ઇજા સાથે બેશુદ્ર બની તેઓ ઢળી પડતા તુરંત જ સારવાર માટે જી.જી. હોસ્પીટલ ખાતે લઇ જવાયા હતા જયાં સારવાર મળે એ પુર્વે જ તેનુ મૃત્યુ નિપજયાનુ તબીબે જાહેર કર્યુ હતુ.આ બનાવની જાણ થતા હોસ્પીટલ ચોકી પોલીસ સ્ટાફ પણ દોડી ગયો હતો અત્રે ઉલ્લેખનીય છેકે , શહેરમાં લગભગ તમામ મુખ્ય માર્ગો ઉપરાંત નાની મોટી ગલીઓમાં છેલ્લા કેટલાક સમયથી રખડતા ઢોરના ત્રાસે માઝા મુકી છે.જેના પગલે સામાન્ય અકસ્માતના બનાવો રોજીંદા બન્યા છે.છેલ્લા અમુક સમયગાળા દરમિયાન જ રખડતા ઢોરના કારણે અડધો ડઝન જેટલી માનવી જીંદગી હોમાઇ હોવાનુ સામે આવ્યુ છે.ત્યારે તંત્રવાહકો કયારે જાગશે ? આવા ઢોરમાલિકો સામે ફોજદારી પગલા ભરશે ? કે કેમ એવા આક્રોશ સાથે શહેરીજનોમાં રોષની લાગણી વ્યાપી છે. બીજી બાજુ ગાયે અન્ય નાગરિકને ઢીકે ચડાવ્યાનું સામે આવ્યું છે.હાલ તો હચમચાવી નાખે તેવી કરૂણ ઘટનામાં વધુ એક નિદોષ વૃદ્ધે જીવ ગુમાવતા લોકોમાં આક્રોશ ફાટી નિકળ્યો છે.

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version