Home Gujarat Jamnagar જામનગરના નાગનાથ જંકશનનો રસ્તો વાહન વ્યવહાર માટે બંધ : મ્યુનિ. કમિશનરનું જાહેરનામું

જામનગરના નાગનાથ જંકશનનો રસ્તો વાહન વ્યવહાર માટે બંધ : મ્યુનિ. કમિશનરનું જાહેરનામું

0

જામનગર ના નાગનાથ જંકશન નો રસ્તો વાહન વ્યવહાર માટે બંધ: મ્યુનિ. કમિશનરનું જાહેરનામું

દેશ દેવી ન્યૂઝ જામનગર તા. ૧૧ ઓક્ટોબર ૨૪, જામનગર મહાનગપાલિકા ના કમિશનર ડી.એન. મોદી એ જાહેરનામુ પ્રસિદ્ધ કરી , નાગનાથ ગેટ નો રસ્તો તારીખ ૧૨ ઓક્ટોબર થી ૩૦ નવેમ્બર સુધી વાહન વ્યવહાર માટે બંધ કર્યો છે. જામનગર મહાનગર પાલિકાની હદમાં સાત રસ્તા થી સુભાષ બ્રીજ સુધીના માર્ગ પર ફોર લેન એલીવેટેડ ફ્લાયઓવર બ્રીજ બનાવવાની કામગીરી અંતર્ગત નાગનાથ જંકશન પર પીવાના પાણીની લાઈન શીફટીંગ અને નાગનાથ જંકશન ક્રોસ અન્ડરપાસ આર.સી.સી. બોક્ષ ની કામગીરી અનુસંધાને નાગનાથ જંકશન ક્રોસિંગ સલામતીના ભાગરૂપે તેમજ અકસ્માત નિવારવાના હેતુથી તા. ૧૨/૧૦/૨૦૨૪ થી ૩૦/૧૧/૨૦૨૪ સુધીના સમયગાળા દરમ્યાન તમામ વાહન વ્યવહાર માત્ર ક્રોસિંગ બંધ કરવા માટે જાહેર નોટીસ બહાર પાડવામાં આવે છે.

જેનો અમલ કરવા નો કમિશનરે હુકમ ફરમાવ્યો છે. જે કોઈ વ્યક્તિ આ હુકમનો ભંગ કરશે તેની સામે ધ બી.પી.એમ.સી. એક્ટ ની કલમ અનુસાર દંડની કાર્યવાહી કરવામાં આવશે.નાગનાથ જંકશન ક્રોસિંગ બંધ રહેશે, જેની વૈકલ્પિક વ્યવસ્થા માટે સ્મશાન અને સુભાષ બ્રીજ તરફ જવા નાગનાથ જંકશનની ડાબી સાઈડ બ્રીજના બે ગાળાઓની નીચેથી અને સ્મશાન અને સુભાષ બ્રીજ તરફથી ત્રણ દરવાજા અને અંબર જંકશન તરફ જવા માટે શિવમ હોટલ પાસેના ડીવાઈડર ઓપનીંગથી જઈ શકાશે.

જ્યારે ભારે વાહનો માટેની વૈકલ્પિક ટ્રાન્સપોર્ટ વ્યવસ્થા માટે સાત રસ્તા સર્કલથી લાલ બંગલો સર્કલ થઇ ટાઉનહોલ થઇ તીનબત્તી સર્કલ થઇ કે.વી. રોડ પર થી સુભાષબ્રીજ પર જઈ શકાશે.અને સુભાષબ્રીજથી ત્રણ દરવાજા સર્કલ થઇ ટાઉનહોલ થઇ લાલબંગલા સર્કલ થઇ સાત રસ્તા સકલ જઈ શકાશે.તેમ કમિશનર જામનગર મહાનગર પાલિકા ની યાદી મા જણાવાયું છે.

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version