નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ પ્રવાસી શિક્ષકોની ભરતી કરી કરી હતી પરંતુ ગોઠવ્યા પોતાના ..જે કામ શાળા સમિતિએ કરવાનું હતું તે કામ જાતે કર્યું
દેશ દેવી ન્યુઝ જામનગર ૧૫ જુલાઈ ૨૨ જામનગર મહાનગરપાલિકા હસ્તકની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં આવેલી સ્કૂલમાં પ્રવાસી શિક્ષકોની ભરતી કરવાની હતી . માટે નિયમ મુજબ જે તે શાળાના આચાર્યની બનેલી કમિટી શિક્ષકોની ભરતી કરે તેવું હોય છે , પરંતુ આમાં મલાઈ દેખાતા સત્તાધીશોએ પોતે નિયમ વિરુદ્ધ ભરતી કરી લીધી અને તેમાં 29 જેટલા લોકોને ભરતી કરીને જે – તે સ્કૂલમાં મોકલી આપ્યા અને આચાર્યોને આદેશ કર્યો આ લોકોને જોઈ લેશો હવે જ્યારે શિક્ષણ સમિતિ ભરતી કરે આચાર્ય કેવી રીતે તેનો વિરોધ કરી શકે ? હાલ તો ૨૯ પ્રવાસી શિક્ષકોની ભરતીને લઈ શિક્ષણ જગતમાં ખળભળાટ મચી જવા પામેલ છે.આવનારા દિવસોમાં પ્રવાસી શિક્ષકોની ભરતીના મુદ્દે કડાકા-ભડાકાના એંધાણ વર્તાય રહ્યા છે.