Home Gujarat Jamnagar જામનગરના સિદ્ધાર્થનગરમાં જુના મનદુઃખમાં યુવાનની હત્યા : પાંચ સામે અપરાધ

જામનગરના સિદ્ધાર્થનગરમાં જુના મનદુઃખમાં યુવાનની હત્યા : પાંચ સામે અપરાધ

0

જામનગરમાં સિદ્ધાર્થ નગર વિસ્તારમાં એક રીક્ષા ચાલક યુવાનની જુના મનદુઃખના કારણે હત્યાર નિપજાવાતાં ભારે ચકચાર

  • પોલીસે પાંચ આરોપીઓ સામે અપહરણ અને હત્યા અંગે ગુનો નોંધ્યો ૪ ની અટકાયત

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૩૦ માર્ચ ૨૫, જામનગરમાં દિગજામ સર્કલ નજીક સિદ્ધાર્થ નગરમાં રહેતા એક રીક્ષા ચાલક યુવાનને ગઈકાલે રાત્રે સમાધાનના માટે બોલાવ્યા બાદ તેને એક મહિલાના ઘેર લઈ જઈ જુના મનદુઃખના કારણે પાંચ શખ્સોએ તેની અત્યાર નિપજાવી હોવાનો મામલો સામે આવ્યો છે. પોલીસે મૃતક ની માતા ની ફરિયાદના આધારે પાંચ હત્યારાઓ સામે ગુનો નોંધ્યો છે, જે પૈકી ૪ ની અટક કરી લીધી છે.આ હત્યા કેસના બનાવની વિગત એવી છે કે જામનગરમાં સિદ્ધાર્થ નગર વિસ્તારમાં રહેતા અને રીક્ષા ડ્રાઇવિંગ કરતા કાનજીભાઈ ધનજીભાઈ પરમાર નામના ૨૩ વર્ષના યુવાન નો દિગજામ સર્કલ નજીકથી લોહીથી લથભથ હાલતમાં આજે સવારે મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે હત્યા ની આશંકા વ્યક્ત કરીને મૃતદેહ નો કબજો સંભાળ્યો હતો, અને પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું. સમગ્ર મામલામાં જૂનું મનદુઃખ કારણભૂત હોવાનું અને તેના કારણે આ હત્યા કરી હોવાનું સામે આવ્યું હતું.મૃતક ની માતા રામીબેન ધનજીભાઈ પરમારે જી.જી. હોસ્પિટલમાં આવી હૈયાફાટ રુદન કર્યું હતું, ત્યારબાદ તેણે પોતાના પુત્રને જૂના મનદુઃખ ના કારણે મારી નાખવા અંગે તે જ વિસ્તારમાં રહેતા હિતેન ઉર્ફે હીરો દેપાળભાઈ મકવાણા, પ્રકાશ ઉર્ફે પવો પરમાર, દિલીપ ઉર્ફે દિનેશભાઈ પરમાર, મનીયો દેવશીભાઈ મકવાણા, અને આશિષ રાજુભાઈ વારસાકિયા સામે ફરિયાદ નોંધાવી છે.પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદીના પુત્ર કાનો કે જેને પોતાના વિસ્તારમાં રહેતી હીનાબેન મકવાણા નામની મહિલા અને તેના પતિ સાથે અને તેના પુત્ર હિતેન અને હીરા સાથે જૂની માથાકૂટ ચાલતી હતી, અને અગાઉ પણ ઝઘડો થયો છે. જેનું મન દુઃખ રાખીને તમામ પાંચેય આરોપીઓએ એક સંપ કરીને મૃતક યુવાનને ફોન કરીને મહાકાળી સર્કલ પાસે બોલાવ્યો હતો, ત્યારબાદ તેની સાથે માથાકૂટ કરી હતી, અને તેને મોટરસાયકલ માં બેસાડી અપહરણ કરીને હીનાબેન મકવાણા ને ઘેર લઈ ગયા હતા, અને તેની હત્યા નીપજાવી હતી.સમગ્ર મામલામાં સીટી સી. ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી છે, અને સીટી ડીવાયએસપી જયવિરસિંહ એન. ઝાલાના માર્ગદર્શન હેઠળ જુદી જુદી તપાસ ટુકડી દોડતી થઈ હતી, અને ચાર આરોપીઓને સકંજા મા લઈ લીધા છે, અને તેની પૂછપરછ ચલાવાઇ રહી છે.

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version