Home Gujarat Jamnagar જામનગરમાં ખૂની ખેલ : આધેડને ચાર શખ્સોએ ફિલ્મી સ્ટાઇલે વેતરી નાંખ્યો

જામનગરમાં ખૂની ખેલ : આધેડને ચાર શખ્સોએ ફિલ્મી સ્ટાઇલે વેતરી નાંખ્યો

0

જામનગરના આધેડ કોન્ટ્રાકટરની કરપીણ હત્યા નીપજાવી ત્રણ આરોપી નાસી ગયા: એક હુમલાખોર ઘવાયો

  • ભીમશી આંબલીયાની હત્યા થઈ હોવાનો દેશ દેવી ન્યુઝ નો અહેવાલ સાચો ઠર્યો
  • હત્યાને અકસ્માતમાં ખપાવી દેવાનો કારસો પોલીસે નિષ્ફળ કર્યો : મોડી રાત સુધી શહેર Dysp, સીટી-બી PI ઝાલા, PSI સરવૈયા સહિતનો સ્ટાફ ખડેપગે
  • સાત વર્ષ પહેલાનું હત્યા અંગેનું જુનું મનદુખ ચાલતું હોવાથી આરોપીઓએ શાપર ગામ પાસે આઘેડની કાર ને આંતરી લઈ હત્યા નિપજાવાઈ
  • આરોપી :- (૧) સામતા કરણા વસરા (૨) અજય ભીમશી વસરા (૩) વજશી કરણા વસરા (૪) રાહુલ સામત વસરા

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૧ ડિસેમ્બર ૨૩ જામનગર નજીક ખંભાલીયા ધોરી માર્ગ પર સાપર ગામના નજીક જામનગરમાં રહેતા અને કોન્ટ્રાકટર તરીકે કામ કરતા આધેડને જામનગરમાં જ રહેતા ચાર શખ્સોએ આડેધડ છરીઓના ઘા કરી વેતરી નાખી કરપીણ હત્યા નીપજાવી હોવાની વિગતો સામે આવી છે.સાત વર્ષ પૂર્વે મૃતકના ભાઈની હત્યા થઇ હતી, જે હત્યા નીપજાવનાર પરિવારના અન્ય સખ્સોએ જ ગઈ કાલે આધેડની કારને આંતરી લઇ કરપીણ હત્યા નીપજાવી હોવાની વિગતો ફરિયાદમાં જાહેર થઇ છે. બીજી તરફ ચાર આરોપીઓ પૈકી એક આરોપીને પણ ગંભીર ઈજાઓ પહોચતાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.

જામનગર સહીત સમગ્ર હાલારમાં ચકચાર સાથે સનસનાટી ફેલાવનારા આ બનાવની વિગત એવી છે કે, જામનગરમાં શંકર ટેકરી વિસ્તારમાં આવેલ શાળા પાસે રહેતા ભીમશીભાઈ આંબલીયા નામના આધેડ વસઈ ગામ નજીકના ધોરી માર્ગ પર જામનગરથી રિલાયન્સ કંપની તરફ પોતાની બ્રેજા કાર ચલાવી પસાર થતા હતા, ત્યારે જામનગરમાં જ અયોધ્યા નગર વિસ્તારમાં રહેતા સામત કરણા વસરા, અજય ભીમસી વસરા, વજસી કરણા વસરા અને રાહુલ સામત વસરા નામના શખ્સોએ ભીમસીભાઈની કારને આંતરી લઇ છરીઓ સહિતના તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો. જેમાં ભીમસીભાઈને માથા સહિતના ભાગે ગંભીર ઈજાઓ પહોચતાં તેઓ સ્થળ પર જ ઢળી પડ્યા હતા. અને લોહીના ખાબોચિયા વચ્ચે જ આખરી શ્વાસ ભર્યો હતો. બીજી તરફ આરોપી સામતભાઈને પણ પેટના ભાગે છરીના ઘા વાગી જતા તેઓને ૧૦૮ મારફતે જામનગર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.જામનગરમાં રહેતા ભીમસીભાઈના પરિવારજનોને આ બનાવની જાણ થતાં તેઓના પત્ની સહીતનો પરિવાર ઘટના સ્થળ અને હોસ્પિટલ દોડ્યો હતો. હોસ્પિટલમાં ઘાયલ અને મૃતક બંનેને લઇ આવવામાં આવ્યા ત્યારે બંને પક્ષના શખ્સો એકત્ર થતાં તંગદીલી પ્રસરી હતી. પોલીસે તમામ શખ્સોને દુર કરી મૃતકના પત્ની મંજુબેનની ફરિયાદ નોંધી હતી.આરોપી સામતભાઈના સબંધિઓએ સાત વર્ષ પૂર્વે મૃતક ભીમસીભાઈના નાનાભાઈ એભાભાઈનું ખૂન કર્યું હતું. ત્યારથી તેઓની સાથે ભીમસીભાઈના પરિવારને મનદુઃખ ચાલતું આવે છે. આ જ મનદુઃખને લઈને આરોપીઓએ ભીમસીભાઈની હત્યા નીપજાવી હોવાનું ફરિયાદમાં જાહેર થયું છે. પોલીસે આઈપીસી કલમ ૩૦૨ સહિતની જુદી જુદી કલમ મુજબ ફરિયાદ નોંધી નાશી ગયેલા આરોપીઓના સઘડ મેળવવા પ્રયાસો હાથ ધર્યા છે.

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version