ગુજરાત રાજ્ય ક્ષત્રિય સંકલન સમિતિ હેઠળનું આંદોલન પાર્ટ-૨
- નારી શક્તિનું સન્માન અને ક્ષત્રિય અસ્મિતા નું યુદ્ધ, ભાજપ વિરૂદ્ધ મતદાન નાં પ્રચાર માટે રથ નીકળશે
દેશ દેવી ન્યૂઝ જામનગર તા.૨૨ એપ્રિલ ૨૪ રાજકોટ લોકસભા બેઠક નાં ભાજપ નાં ઉમેદવાર પુરોશોત્તમ રૂપાલા સામે ચાલતા ક્ષત્રિય સમાજ નાં આંદોલન પાર્ટ – ૨ નો પ્રારંભ થયો છે. ગુજરાત રાજપૂત સંકલન સમિતિ ના માર્ગદર્શન હેઠળ આંદોલન પાર્ટ – ૨ શરુ કરવામાં આવ્યું છે. ઓપરેશન ભાજપ અમદાવાદ ખાતે મળેલી ગુજરાત ભરની દરેક સંસ્થાઓ ના નેજા હેઠળ આ કાર્યક્રમ કરવા માટે નક્કી થયા મુજબ દરેક શહેરો, વિસ્તારો અને ગામડાઓમાં બુથ લેવલ સુધી આગામી લોકશાહી ઢબે વિવિધ કાર્યક્રમો આપી દરેક જ્ઞાતિને સાથે રાખી આ અસ્મિતા સન્માન ના કાર્યક્રમો પોતપોતાની રીતે ભાજપ વિરુદ્ધ ૧૦૦ ટકા મતદાન થાય તેના માટે જુદી- જુદી ટીમો બનાવી આ કાર્યક્રમ આપવામાં આવશે.
આ લડત બિનરાજકીય દ્વારા આપવામાં આવે છે. અને કોઈ નેતા કે આગેવાન વિના સ્વયંભૂ કરવા માટે માર્ગદર્શન આપવામાં આવે છે. દરેક વિસ્તારમાં ગામડાઓમાં અને તાલુકાઓમાં ભાઈઓ તથા બહેનો દરેક વર્ણના લોકોને ભાજપ વિરુદ્ધ મતદાન કરવા માટે સમજાવવા માં આવશે. અને આગામી તારીખ ૨૪-૦૪-૨૦૨૪ થી જગતગુરુ દ્વારકાધીશના ચરણોમાં આશીર્વાદ લઇ “ શ્રી અસ્મિતા રથ ” નું પ્રસ્થાન સાધુ, સંતો ના હસ્તે કરવામાં આવશે. – શ્રી અસ્મિતા રથ ” નું પ્રસ્થાન દ્રારકા થી સવારે ૯ કલાકે પ્રારંભ બાદ દ્વારકા થી કલ્યાણપુર સાંજે ૫ વાગ્યે, તા. ૨૬-૦૪-૨૦૨૪ લાલપુર થી ભાણવડ, ત્યારબાદ જામજોધપુર સાંજે ૫ વાગ્યે, તા. ૨૭-૦૪-૨૦૨૪ પ્રારંભ કાલાવડ સવારે ૧૦ વાગ્યે, ત્યાંથી પ્રસ્થાન ધ્રોલ ૨૮-૦૪-૨૦૨૪ ત્યારબાદ ૨૯-૦૪-૨૦૨૪ જોડિયા પ્રસ્થાન. ૩૦-૦૪-૨૦૨૪ જામનગર તાલુકો અને શહેર દરેક વોર્ડમાં તા. ૦૧-૦૫-૨૦૨૪ કક્ષા એ બહોળી સંખ્યામાં સન્માન કરવામાં આવશે.
આ રથની પૂર્ણતા તા. ૦૨-૦૫-૨૦૨૪ ના રોજ અંતે “ નારી શક્તિ સન્માન ” મહા સંમેલન ખીજડીયા બાયપાસ ચોકડી ખાતે કરવાનું આયોજન કરવામાં આવશે.તેમ આજે જામનગર મા સંકલન સમિતિ નાં આગેવાનો એ જણાવ્યું હતું.