Home Gujarat Jamnagar જામનગર દરેડમાં તાજા જન્મેલા બાળકને તરછોડનાર માતાની અટકાયત

જામનગર દરેડમાં તાજા જન્મેલા બાળકને તરછોડનાર માતાની અટકાયત

0

દરેડમાં તાજા જન્મેલા બાળકને તરછોડનાર માતાની અટકાયત

દેશ દેવી ન્યુઝ જામનગર: તા.૧૧ સપ્ટેમ્બર ૨૩ જામનગર તાલુકાના દરેડ ગામમાં પાણીના ખાડા પાસેથી અધુરા માસે જન્મેલ નવજાત શિશુનો મૃતદેહ મળી આવતાં દોડધામ મચી ગઈ હતી અને અજાણી સ્ત્રી સામે ગુનો નોંધીને પોલીસે ગણતરીની કલાકોમાં જ મહિલાને શોધી કાઢી હતી. બાથરૂમ કરવા જતાં મહિલાએ મૃત બાળકને જન્મ આપ્યો હોવાનું સામે આવ્યું છે. દરેડ ગામના નળી વિસ્તારમાં આવેલા એક પાણીના ખાડા પાસેથી અધુરા માસે જન્મેલ નવજાત શિશુનો મૃતદેહ મળી આવતાં લોકો એકઠા થઈ ગયા હતાં.આ બનાવ અંગેની પોલીસને જાણ કરતાં પીએસઆઈ એમ.એ.મોરી સ્ટાફ સાથે ઘટના સ્થળે પહોંચી ગયા હતાં અને અજાણી મહિલા સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરીને ગણતરીની કલાકોમાં જ મહિલાને શોધી કાઢી હતી. મહિલા પરપ્રાંતિય હોય અને બાથરૂમ કરવા જતાં મૃત બાળકને જન્મ આપી દીધો હતો. જે બાદ પરિવારજનો મૃત બાળકને પાણીના ખાડા પાસે ફેંકી ગયા હોવાનું જાણવા મળી રહ્યું છે. પોલીસે મહિલાને તબીબી સારવાર માટે હોસ્પિટલમાં મોકલી છે.

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version