જી.જી.હોસ્પિટલના કોલ્ડ રૂમમાં છેલ્લા આઠ મહિનાથી રખાયેલ પાકિસ્તાની નાગરિકના મૃતદેહની દફનવિધિ
જેના મૃતદેહને ગત જાન્યુઆરી માસમાં જામનગર જી.જી. હોસ્પિટલ ખાતે પોસ્ટ મોર્ટમ અર્થે લઇ આવવામાં આવ્યો હતો. ત્યારબાદ મૃતદેહને કોલ્ડરૂમમાં રાખવામાં આવ્યો હતો.
આ પાકિસ્તાની નાગરિકના મૃત્યુ બાદ બંને દેશ વચ્ચે કાયદાકીય કાર્યવાહી પ્રક્રિયા લાંબી ચાલી હતી, અને આઠેક માસ બાદ અંતે પાકિસ્તાન દ્વારા મૃતકની દફનવિધિ કરવા માટે લીલી ઝંડી આપવામાં આવી હતી, ગઈ કાલે તમામ પ્રક્રિયા પૂર્ણ થતાં કોલ્ડ રૂમમાં રાખવામાં આવેલા મૃતદેહને આજે ભુજ પોલીસ ની હાજરીમાં બહાર કાઢવામાં આવ્યો હતો, અને ઢોલીયા પીર ના કબ્રસ્તાનમાં જામનગરની સેવાભાવી સંસ્થા મોક્ષ ફાઉન્ડેશન દ્વારા દફનવિધિ કરવામાં આવી હતી.
જામનગરની સંસ્થા મોક્ષ ફાઉન્ડેશનના મુખ્ય ટ્રસ્ટી અને પ્રમુખ વિક્રમસિંહ ભિખુભા ઝાલા, ઉપરાંત હિતેશગીરી ગોસાઈ, બસીરભાઈ સફીયા, ઘનશ્યામસિંહ રાઠોડ વગેરે દ્વારા ઢોલીયા પીરની દરગાહમાં દફનવિધિ કરવામાં આવી હતી.
આ વેળાએ નવી વાસના મુંજાવર મહંમદ ફારૂક નૂરમહંમદ શેખ તેમજ કમિટીના સિદ્દીકભાઈ, ઈસ્માઈલભાઈ અને હારૂનભાઈ હાજર રહ્યા હતા, અને અંતિમ વિધિ કરાવી હતી. સરકારી પ્રોટોકોલ મુજબ જામનગર શહેર વિભાગના પ્રાંત અધિકારી આસ્થા ડાંગર તથા ભુજ પોલીસ વિભાગની ટીમ તેમજ ફાયર શાખા ના અનવર ગજણ વગેરે દફનવિધિ સમયે હાજર રહયા હતા