Home Gujarat Jamnagar ધારાસભ્યોને માર્ગ મરામત માટે બે કરોડની ગ્રાંન્ટ મળશે : મુખ્યમંત્રીનો મહત્વપૂર્ણ નિર્ણય

ધારાસભ્યોને માર્ગ મરામત માટે બે કરોડની ગ્રાંન્ટ મળશે : મુખ્યમંત્રીનો મહત્વપૂર્ણ નિર્ણય

0

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો રાજ્યના શહેરી વિસ્તારોમાં જન સુખાકારીનો મહત્વપૂર્ણ નિર્ણય

  • શહેરી વિસ્તારના ધારાસભ્યોને શહેરી મત ક્ષેત્રોમાં માર્ગ મરામત-માર્ગ વિકાસના કામો માટે ૨૦૨૩-૨૪ ના વર્ષમાં ધારાસભ્ય દિઠ બે કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવાશે
  • મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના શહેરી વિસ્તારોમાં માર્ગ-રોડ રસ્તાના કામો માટે શહેરી વિસ્તારના ધારાસભ્યોને રૂ. બે કરોડની ગ્રાન્ટ ફાળવવાનો નિર્ણય કર્યો છે.

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૧૩ ઓગસ્ટ ૨૩ રાજ્યના શહેરી મત વિસ્તારોનું પ્રતિનિધિત્વ કરતાં ધારાસભ્યો પોતાના વિસ્તારમાં આ ગ્રાન્ટમાંથી માર્ગ મરામત અને માર્ગ વિકાસના કામો હાથ ધરી શકે તે હેતુસર ધારાસભ્ય દિઠ રૂ. બે કરોડની ગ્રાન્ટ ૨૦૨૩ -૨૪ ના વર્ષ માટે માર્ગ-મકાન વિભાગમાંથી ફાળવવામાં આવશે.

મુખ્યમંત્રી સમક્ષ કરવામાં આવેલી દરખાસ્તનો સકારાત્મક પ્રતિભાવ આપતાં  ભૂપેન્દ્ર પટેલે આ જન સુવિધાલક્ષી નિર્ણય કર્યો છે.આ નિર્ણયથી શહેરી ક્ષેત્રોનાં માર્ગોનું નેટવર્ક વધુ સુગ્રથિત અને સુદ્રઢ બનશે.

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version