જામનગર: પુત્રી સાથે મહિલા ગુમ થયાની ફરિયાદ
દેશ દેવી ન્યુઝ જામનગર: તા.૨૬ ઓગસ્ટ ૨૩જામનગર શહેરના મયુરનગર આવાસમાં માતાના ઘરે રહેતી મહિલાને કામ બાબતે ઠપકો આપતા મહિલા તેણીની 12 વર્ષની પુત્રી સાથે એકાએક ગુમ થઈ ગઈ છે.જામનગરમાં મયુર નગર આવાસના બ્લોક નંબર 24 રૂમ નંબર 15 માં રહેતી ઝરીનાબેન અશરફભાઈ બાબવાણી નામની 54 વર્ષીય પ્રોઢા એ પોલીસમાં જાહેર કર્યું હતું કે પોતાની પુત્રી રેશ્માબેન અશરફભાઈ બાબવાણી ઉ. વર્ષ 35 અને પોતાની 12 વર્ષથી પુત્રી મહેક અશોકભાઈ ડાંગર પોતાની સાથે રહે છે જે ગત તારીખ 24 ના રોજ એકા એક લાપતા બની ગઈ છે. જેનો અનેક સ્થળે શોધ્યા પછી પણ કોઈ પતો સાંપડ્યો ન હતો. તેણીને ઘરકામ બાબતે ઠપકો આપતાં માઠું લાગવાથી ઘર છોડીને ચાલી ગઈ હોવાનું સીટી સી. ડિવિઝન પોલીસમાં જાહેર કરાયું છે.
ઉપરોક્ત ગુમ થનાર માતા-પુત્રી વિશે કોઈને જાણકારી હોય તો તેઓએ જામનગરના સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં પોલીસ કોન્સ્ટેબલ કે. જે. જાડેજા (0288-2550805) નો સંપર્ક સાધવા અનુરોધ કરાયો છે.