Home Gujarat Jamnagar જામનગરમાં ‘मार’ का बदला ‘मार’ ઉદ્યોગનગરમાં ભાનુશાળી યુવાનને 5 શખ્સોએ ઢીબી નાખ્યો:જુવો...

જામનગરમાં ‘मार’ का बदला ‘मार’ ઉદ્યોગનગરમાં ભાનુશાળી યુવાનને 5 શખ્સોએ ઢીબી નાખ્યો:જુવો Video

0

ઉદ્યોગનગર વિસ્તારમાં જૂની અદાવતનો ખાર રાખી ભાનુશાળી યુવાન પર પાંચ શખ્સોનો હુમલો.

થોડા દિવસ પહેલા ગોકુલનગરમાં રાજેન્દ્રસિંહ ચાવડા નામના યુવાનને ગાડીમાં બેસાડીને પાંચ યુવાને મરણતોલ માર મારવા પ્રકરણમાં હિરેન હરેશભાઈ મંગે સાથે હતો

આરોપી:- (૧) હાદિકસિંહ જીતુભા જાડેજા (૨) કેયુર પટેલ (૩) રવી (૪) રાજેન્દ્રસિંહ ચાવડા તથા એક અજાણ્યો શખ્સ દેશ દેવી ન્યુઝ જામનગર 15. જામનગર શહેરના પ્રણામી સ્કુલ પાછળ પોસ્ટ ઓફિસ વાળી શેરી બ્લોક નં-૮ રૂમ નંબર ૧૯૧૯ માં રહેતા હિરેન હરેશભાઈ મંગે નામના યુવાન પર ઉદ્યોગનગર એશોસિસન ચોક પાસે ઉભા હતા ત્યારે જૂની માથાકુટનો ખાર રાખીને પાંચ શખ્સોએ મરણતોલ માર મારતા હોસ્પિટલમાં સારવાર લેવાનો વારો આવ્યો હતોસુત્રોમાંથી મળતી માહિતી મુજબ ફરિયાદી હિરેન હરેશભાઈ મંગે અને તેના દરબાર મીત્રોએ આજથી પંદરેક દીવસ પહેલા આરોપી રાજેંદ્રસિંહ ચાવડાને બેફામ માર માર માર્યો હતો તેમાં રાજેન્દ્રસિંહ ચાવડાએ પાંચ શખ્સ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી તે બાબતનું મનદુખ ચાલતું હતું જે વાતનો ખાર રાખીને રાજેન્દ્રસિંહ ચાવડાના મિત્રો તેનો બદલો વાળવા માટે મોકાની ફિરાકમાં હતા તેવામાં હિરેન હરેશભાઈ મંગે ઉદ્યોગનગર એસોસિયશન પાસે રાત્રીના ભાગે ઉભા હતા જેની જાણ થતા હાદિકસિંહ જાડેજા અને કેયુર પટેલ ત્યા સ્વીફ્ટ કારમાં પહોંચી જઈ હાદિકસિંહે હિરેને ગાળો કાઢી રવિએ ગાડીમાં બેસાડી દિધેલ અને હાદિકસિંહ જાડેજાએ લોખંડની વસ્તુ માથાના ભાગે ફટાકારેલ અને ગાડી એટલા જ ફેરવી કેયુર પટેલે હિરેનને પકડી રાખી રાજેન્દ્રસિંહ ચાવડાને બોલાવી લીધેલ બાદમાં રાજેન્દ્રસિંહ ચાવડાએ ઈલેક્ટ્રીક વાયરથી હિરેનને વાસાના ભાગે આડેધડ માર માર્યાં હતો રાજેન્દ્રસિંહ સાથે રહેલ અજાણ્યા શખ્સે ફેન્સિંગનો વાયર લાકડાના ધોકામાં બાંધીને આખા શરીરે બેફામ માર મારી હિરેનને છોલી નાખેલ જેથી હિરેનને લોહીલુહાણ હાલતમાં જામનગરની જી.જી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો ઘટનાની જાણ થતા પોલીસ દોડી જઈ બનાવની વિગત મેળવી હતીઆથી સીટી-સી ડિવિઝન પોલીસે હિરેન હરેશભાઈ મંગે ની ફરીયાદ પરથી પાંચ શખ્સો વિરૂદ્ધ IPC કલમ ૩૨૩, ૩૨૪, ૨૯૪ (ખ) ,૧૧૪ તથા જીપીએક્ટ ૧૩૫ (૧) મુજબ ગુનો નોંધી આરોપીની શોધખોળ આદરી છે. વધુ તપાસ PSI એસ એમ સિસોદીયા ચલાવી રહ્યા છે.

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version