જામનગર માં ચાલી રહેલી શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ માં ગુજરાત ભરમાંથી અનેક રાજકીય આગેવાનોનો પ્રવાહ જામનગર તરફ વળ્યો.
દેશ દેવી ન્યુઝ જામનગર તા ૬, જામનગર ના આંગણે ભાગ્યલક્ષ્મી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ ના ધર્મેન્દ્રસિંહ જાડેજા (ધારાસભ્ય હકુભા) ના પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યો છે. જે ભાગવત કથાનું શ્રવણ કરવા માટે તેમજ લોકડાયરા સહિતના રાત્રી કાર્યક્રમમાં હાજરી આપવા માટે સમગ્ર ગુજરાતભરમાંથી અનેક રાજકીય અગ્રણીઓ, વિવિધ સમાજના આગેવાનો, સંતો- મહંતો, વગેરે જામનગરના આંગણે પહોંચી રહ્યા છે, અને ગુજરાત રાજ્યના ભાજપ કોંગ્રેસ સહિતના અનેક સાંસદો, ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્ય વગેરેની ખાસ ઉપસ્થિતિ જોવા મળી રહી છે.
આ ઉપરાંત જામનગર મહાનગરપાલિકાના કમિશનર વિજયકુમાર ખરાડી, સિટી ઇજનેર ભાવેશભાઈ જાની, નોબત દૈનિકના ચેતનભાઇ માવાણી, ધારાસભ્ય વાસણભાઈ આહિર, પૂર્વમંત્રી આત્મારામભાઇ પરમાર વગેરે પણ ઉપસ્થિત રહ્યા હતા, અને તેઓનું યજમાન પરિવાર દ્વારા સન્માન કરાયું હતું, અને પૂજ્ય ભાઇજી ના આશીર્વાદ મેળવ્યા હતા.
સાથોસાથ ગુજરાત રાજ્યના અને સમાજના આગ્રહણીઓ ઉદ્યોગપતિઓ, શહેર ભાજપના અગ્રણી અને લોહાણા સમાજના પ્રમુખ જીતુભાઈ લાલ અગ્રણી બિલ્ડર મેરામણભાઇ પરમાર ભરતભાઈ કવાડ વગેરે પણ ઉપસ્થિત રહ્યા હતા, અને તેઓનું પણ યજમાન પરિવાર દ્વારા સ્વાગત અને સન્માન કરાયું હતું.