Home Gujarat Jamnagar જામનગરમાં અનેકને શિશામાં ઉતારનાર “મહાઠગ” ની દિલ્હી એરપોર્ટથી ધરપકડ

જામનગરમાં અનેકને શિશામાં ઉતારનાર “મહાઠગ” ની દિલ્હી એરપોર્ટથી ધરપકડ

0

જામનગર: લોભામણી સ્કિમ થકી અનેકને છેતરનારા શિક્ષક અને તેના પત્નીની દિલ્હીથી ધરપકડ

  • લાલબંગલા સ્થિત લસ્સીવાળા સાથે અનેક લોકોને શિશામાં ઉતારી ચીટીંગ કરનાર દંપત્તિ દિલ્હી એરપોર્ટ પરથી પકડાયું

દેશ દેવી ન્યુઝ જામનગર: તા ૧૯ મે ૨૩ જામનગરના લાલ બંગલા સ્થિત લસ્સીના વેપારીએ જામનગરની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હસ્તક ની શાળા ના નિવૃત્ત શિક્ષક નિઝાર આડતિયા એ રોકાણ ના બહાને જામનગરના અનેક લોકો પાસેથી નાણા એકત્ર કરીને ભાગી છૂટ્યા હતા અને ચીટીંગ કર્યું હતું. આ ચિટિંગ ટોળકીનો ભોગ બનનારા જામનગર જિલ્લાના જામજોધપુરના એક વ્યક્તિએ જામજોધપુર પોલીસમાં મથકમાં ચીટીંગ અંગેની ફરિયાદ નોંધાવ્યા પછી અગાઉ પોલીસે લસ્સીવાળા ની અટકાયત કરી હતી અને તેને જેલ હવાલે કર્યો હતો. દરમિયાન આ પ્રકરણના મુખ્ય સૂત્રધાર ગણાતા મૂળ જામનગરના જ વતની અને વિદેશ ભાગી છૂટેલા નિઝાર સમસૂદ્દીન આડતિયા અને તેની પત્ની તન્જીલા આડતીયા વિદેશથી ભારત આવી રહ્યા છે, તેવી માહિતી જામજોધપુર પોલીસને મળી હતી.આ દંપતિ દુબઈમાં રહીને એચ.યુ.એફ. પેઢી, તન્જિલા ટ્રેડિંગ કંપની, ગોલ્ડ ટ્રેડિંગ કંપની તથા કરન્સી ટ્રેડિંગ નામની જુદી જુદી પેઢીઓ ઊભી કરીને નાણા એકત્ર કરવાનું શરૂ કર્યું હતું. અને તમામ પૈસા દુબઈમાં ટ્રાન્સફર કરાવી લીધા હતા.

તેઓ દુબઈથી પણ અન્ય ખાડીના દેશોમાં ભાગતા ફરતા હતા, અને બંને સામે ભારત સરકાર દ્વારા રેડ કોર્નર નોટિસ જારી કરી દેવામાં આવી હતી. આ દંપતિ સુદાન નજીકના એક દેશથી હવાઇ માર્ગે દિલ્હી આવી રહ્યા છે, તેવી માહિતી મળતાં જામજોધપુરના પી.એસ.આઇ એમ. જી. વસાવા તેમજ સ્ટાફના પ્રજ્ઞરાજસિંહ જાડેજા અને માનસિંગભાઈ ઝાપડિયા સહિતની પોલીસ ટુકડી દિલ્હી એરપોર્ટ પહોંચી હતી, અને દંપતિ નિજાર આડતિયા અને તન્જિલા આડતિયા ની અટકાયત કરી લીધી હતી. આ બંનેને જામજોધપુર લઈ આવ્યા પછી રિમાન્ડની માંગણી સાથે અદાલતમાં રજૂ કરવામાં આવી રહ્યા છે.

આ દંપતિની તલાસી દરમિયાન હાલમાં તેઓ પાસેથી કોઈપણ પ્રકારની રોકડ રકમ મળી ન હતી. તેઓ પાસે માત્ર મોબાઇલ અને થોડા ઘણા કપડાં સાથેની બેગ વગેરે સામાન હતો, મોબાઈલ ફોન સહિતની સામગ્રી જામજોધપુર પોલીસ દ્વારા જપ્ત કરી લેવામાં આવી છે, અને દંપતી ની ઊંડાણપૂર્વકની પૂછપરછ શરૂ કરવામાં આવી છે. જામનગરના અનેક લોકોના નાણાં કે જેઓએ દુબઈ ટ્રાન્સફર કરાવી લીધા હતા, આ અંગે પોલીસ દ્વારા ખુલાસાઓ માંગવામાં આવી રહ્યા છે. જોકે દંપતિ દ્વારા હાલમાં કોઈ ખુલાસા કરાયા નથી, તેથી પોલીસ દ્વારા રિમાન્ડની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version