મહિલા વકીલ ઉપર લીંવીગ રીલેશનમાં રહેતા પ્રમીએ માથામાં આડેધડ ચાવીઓ ફટકારી: ભારે ચકચાર
- મહિલા વકીલના પ્રેમીએ અગાઉ પણ બે વાર પોલીસમાં અરજી કરી હોવાનું મનાય રહ્યું છે.
- ગઇકાલ બપોરનો બનાવ : મામલો પહોંચ્યો પોલીસ મથકે.
દેશ દેવી ન્યુઝ જામનગર તા.૨૯ ઓગસ્ટ ૨૨ જામનગરના રામેશ્વરનગર વિસ્તારના કિષ્ના પાર્કમાં રહેતા અને વકીલાતનો વ્યવસાય કરતા જાગૃતિબેન મનસુખલાલ જોગડીયા નામની મહિલા ઉપર કડીયાવાડમાં રહેતા વિશાલ ઉર્ફે ડેડુ કિશોરભાઈ લાખાણી નામના વ્યક્તિએ ફરીયાદીના ઘર પાસે આવી બેફામ ગાળો આપી માથાના ભાગે ચાવીઓના ચાર “ધા” ફટકારતા લોહી-લુહાણ હાલતમાં સારવાર લેવાનો વારો આવ્યો હતો.