Home Gujarat Jamnagar જામનગરની અંબર ચોકડી નજીક દિનદહાડે લુંટથી ચકચાર

જામનગરની અંબર ચોકડી નજીક દિનદહાડે લુંટથી ચકચાર

0

જામનગરની અંબર ચોકડી નજીક દિનદહાડે લુંટથી ચકચાર

  • વૃઘ્ધને ફડાકો ઝીંકી સોનાની વિંટી-રોકડની લુંટ ચલાવનાર સદામ નામના શખ્સને ઝડપી પાડયો

દેશ દેવી ન્યુઝ જામનગર: જામનગરના ચાંદીબજાર પાસે લાલબાગ ડેલી ફળી સંકલ્પ બિલ્ડીંગ ખાતે રહેતા નિવૃત વસંતભાઇ જેન્તીલાલ વોરા (ઉ.વ.77) નામના વૃઘ્ધ ગત તા. 20ના રોજ પોતાની એકટીવા લઇને ઘર તરફ જતા હતા, ત્યારે અંબર ચોકડીથી પેટ્રોલપંપ તરફ સીટી આર્કેડ કોમ્પ્લેક્ષના રોડ પાસે બે અજાણ્યા શખ્સો ઘસી આવ્યા હતા અને તેની મોટરસાયકલ ઉભી રાખી હતી.દરમ્યાન વસંતભાઇને જેમ તેમ અપશબ્દો બોલી મોટરસાયકલ ચલાવનાર શખ્સે ફરીયાદીના હાથ પકડી, ગાલમાં ઝાપટ ઝીંકી દીધી હતી અને આંગળીમાં પહેરેલ રૂ 70 હજારની કિંમતની સોનાની વિંટી ખેચી લીધી હતી, જયારે બાઇકની પાછળ બેઠેલા બીજા શખ્સે ફરીયાદીના શર્ટના ઉપલા ખિસ્સામાંથી રોકડા 900 કાઢી લઇ કુલ 70.900ના મુદામાલની લુંટ કરી નાશી છુટયા હતા.દરમ્યાન વસંતભાઇ વોરા દ્વારા આ બનાવ અંગે ગઇકાલે સીટી-બીમાં બે અજાણ્યા ઇસમો વિરુઘ્ધ આઇપીસી કલમ 394, 504, 114 મુજબ ફરીયાદ નોંધાવી હતી. જેના આધારે સીટી-બી પીઆઇ હરદિપસિંહ ઝાલાની સુચનાથી પીએસઆઇ એચ.બી. વડાવીયા દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે અને આ વિસ્તારના સીસી ફુટેજ ચેક કરવામાં આવ્યા હતા, શહેરમાં છેલ્લા થોડા સમયથી બાઇક અથડાવી અથવા એકલ દોકલને ઉભા રાખી રોકડ, મોબાઇલ સહિતનો માલમત્તા ઝુંટવી લેવાના બનાવો બની રહયા છે.

ગત મહિનાઓમાં જામનગર શહેર અને હાઇવે પરના વિસ્તારોમાં વાહનો લઇને નિકળતા નિર્દોષ લોકો સાથે બાઇક અથડાવી અથવા નજીવી બાબતે બબાલ કરીને મુદામાલ ઝુટવી લેવાના બનાવો બની ચૂકયા છે, થોડા દિવસ પહેલા જ જોગસપાર્ક નજીક એક વ્યકિત સાથે બાઇક અથડાવીને રોકડ રકમ ઝુટવી લેવાનો બનાવ બન્યો હતો જેમાં પોલીસે સદામને પકડી લીધો હતો.

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version