LRD નું વેઈટિંગ લિસ્ટ જાહેર કરવાની માંગને લઈને છેલ્લા ઘણા સમયથી વિરોધ પ્રદર્શન કરી રહેલા ઉમેદવારો માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે.
ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા વેઈટિંગ લિસ્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે.
દેશ દેવી ન્યુઝ ૧૬ જુલાઇ ૨૨ લોકરક્ષક ભરતી-2018ની પરીક્ષાનું વેઇટિંગ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. lPS અધિકારી વિકાસ સહાયે આપી માહિતી.
પ્રાપ્ત માહિતી અનુસાર લોકરક્ષક કેડર-2018 ભરતી અન્વયે પુરૂષ ઉમેદવારો માટે 10 ડિસેમ્બર 2019 ના રોજ જાહેર આખરી પરિણામ તેમજ મહિલા ઉમેદવારો માટે 24 એપ્રિલ 2020ના રોજ જાગેર આખરી પરિણામમાં સામેલ ન થયા હોય તેવા ઉમેદવારોની મેરીટ યાદીને ધ્યાનમાં રાખી વેઇટિંગ લિસ્ટ જાહેર કરાયું છે.
પોલીસ ભરતી બોર્ડે જાહેર કરેલા વેઇટિંગ લિસ્ટ પ્રમાણે 1327 પુરૂષોને આ વેઇટિંગ લિસ્ટમાં જગ્યા મળી છે. જ્યારે 1112 મહિલાઓને આ વેઇટિંગ લિસ્ટમાં સ્થાન મળ્યું છે. નોંધનીય છે કે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ વિદ્યાર્થીઓની માંગણીને ધ્યાનમાં રાખી વેઇટિંગ લિસ્ટ જાહેર કરવાની બાંહેધરી આપી હતી.
લોકરક્ષક ભરતી લિસ્ટ ઓપરેટ કરવા બાબતે ગૃહરાજ્ય મંત્રીએ કહ્યુ કે, 2018 માં કુલ 12198 જગ્યા ભરતી માટે પ્રક્રિયા હાથ ધરાઇ હતી. 2020 માં પરિણામ જાહેર થયું હતું. ત્યારે વેઇટીંગ લિસ્ટ ન હતું. ઉમેદવારોની લાગણી અને માંગણી હેઠવ વેઇટીંગ લિસ્ટનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ નિર્ણયથી યુવાનોને રોજગાર મળશે. પોલીસ અને પબ્લિકના રેશિયોમાં ઘટાડો થશે.