જામનગરના મોમાઈ નગરમાં ચાર મકાનમાં તસ્કરોનો હાથ ફેરો: પોલીસ દોડી ગઈ
- તસ્કરોના આટાફેરા CCTV કેમેરામાં કેદ: ઓળખની તજવીજ
- તસ્કરોની રંજાડ યથાવત વધુ ચાર મકાનને નિશાન બનાવ્યા
- પોલીસ વિધાનસભા ચૂંટણીમાં વ્યસ્ત અને તસ્કરોને મોકળું મેદાન
દેશ દેવી ન્યુઝ જામનગર 8 નવેમ્બર 2022 જામનગર શહેરમાં ઘરફોડ ચોરીના વધતા જતા બનાવ ચિંતાનો વિષય બની રહ્યો છે તેવામાં મોમાઇનગર શેરી નં – ૧ અને ૪ માં એકી સાથે ચાર મકાનના તાળા તૂટતા ભાર ચકચાર જગાવી છે.
ત્યારે બે દિવસમાં ચોરીના પાંચ બનાવ સામે આવતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. તેવામાં હવે શહેરીજનો પોતાના મકાન બંધ કરી બહારગામ જવાનું ટાળી રહ્યું છે. બીજી બાજુ પોલીસ વિધાનસભાની ચૂટણીમાં વ્યસ્ત હોવાનો લાભ તસ્કરો ઉઠાવી રહ્યા હોય તેમ શહેરના રહેણાક મકાનોને નિશાન બનાવી ચોરીને અંજામ આપી રફુચક્કર થઈ જતા ભારે દોડધામ થઈ છે.
સીટી-બી ડિવિઝનના પોલીસ ઇન્સ્પેક્ટર હરદીપસિંહ પી. ઝાલા તથા ડી. સ્ટાફના પીએસઆઇ દશરથસિંહ એસ. વાઢેર અને તેમની ટીમ વગેરે ઘટના સ્થળે દોડી ગયા હતા, અને રહેણાક મકાન અને આસપાસના વિસ્તારો માં સીસીટીવી કેમેરા લગાવેલા છે કે કેમ? તે દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. સાથોસાથ કેટલાક શકમંદો પર નજર રાખીને તે દિશામાં પણ તપાસ ચલાવાઈ રહી છે.