જામનગરમાં કથાના નામે છેતરપીંડી અનેક વિસ્તારોમાંથી મહિલાઓ પાસેથી કરાયા છે રૂા.3100ના ઉઘરાણાં
મહિલાઓને રૂા.3100માં હરિદ્વારની યાત્રાએ લઇ જવાનું કહી છેતરી લેવાયા: ટ્રેન રદ થયાનું ગાણું: મામલો પહોચ્યો પોલીસ મથકે :આકડો કરોડોને આંબશે.!
દેશ દેવી ન્યુઝ નેટવર્ક-જામનગર 06. જામનગરમાં મહિલાઓને સસ્તા દરે હરિદ્વારની યાત્રાએ લઇ જઇ અને ત્યાં શ્રીમદ્દ ભાગવત કથામાં પોથી મુકવાની લાલચ આપી એક મહિલા અને એક પુરૂષ દ્વારા છેતરપીંડી આચયાનું પોલીસ ચોપડે નોંધાયું છે.
આ વાત વાયુવેગે પ્રસરી જતા અનેક મહિલાઓ સોમવારે બપોરે જામનગરના સીટી-બી ડીવીઝને પહોંચી હતી અને પોલીસ અધિકારીઓને આ અંગે જાણ કરી હતી, મહિલાઓ પાસે રહેલી રૂા.3100ની પહોંચી હોય જે તેઓએ પોલીસ ખાતામાં રજૂ કરી હતી.
પોલીસે મહિલાઓની વાત પરથી તપાસ હાથ ધરી હતી અને સોમવારે મોડી સાંજે જામનગર સીટી-બી ડીવીઝનમાં આ અંગે આરોપીઓ વિરૂઘ્ધ 406-420 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.