Home Gujarat Jamnagar મીટરમાં બખોરું : જામનગર મધુરમ સોસાયટીમાંથી સ્માર્ટ રીતે વિજ ચોરી ઝડપાઇ

મીટરમાં બખોરું : જામનગર મધુરમ સોસાયટીમાંથી સ્માર્ટ રીતે વિજ ચોરી ઝડપાઇ

0

જામનગરમાં મધુરમ સોસાયટીમાં એક રહેણાંક મકાનમાં વીજ ચેકિંગ દરમિયાન રૂપિયા ૧,૧૪.૦૦૦ ની વીચ ચોરી પકડાઈ

  • પીજીવીસીએલ ની લેબોરેટરીમાં ચકાસણી અર્થે આવેલા એક વિજમીટરમાં પણ સ્માર્ટ રીતે વીજ ચોરી પકડાઈ:૧.૮ લાખ નું બિલ અપાયું

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૨૪ડીસેમ્બર ૨૩, જામનગર પીજીવીસીએલ વર્તુળ કચેરી ના સેન્ટ્રલ ઝોન સબ ડિવિઝન વિભાગ ની ટિમ દ્વારા મધુરમ સોસાયટીમાં એક રહેણાંક મકાનમાં ચેકિંગ હાથ ધરી મકાનમાંથી વીજ ચોરી પકડી પાડવામાં આવી છે, અને તેને ૧,૧૪,૦૦૦ નું વીજ ચોરીનું બીલ ફટકારવામાં આવ્યું છે. તે જ રીતે પીજીવીસીએલ ની લેબોરેટરીમાં ચકાસણી અર્થે આવેલા એક મીટર માં સ્માર્ટ રીતે વીજ ચોરી પકડી પાડવામાં આવી છે, અને તે આસામીને પણ ૧,૮,૦૦૦ નું પુરવણી બિલ અપાયું છે.ગઈકાલે તારીખ ૨૩.૧૨.૨૦૨૩ ના રોજ સેન્ટ્રલ ઝોન પેટા વિભાગ કચેરીના નાયબ ઇજનેર તથા જુનિયર ઈજનેરો દ્વારા બાતમીના આધારે ફિલ્ડ પર ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જયાં પાણીના ટાંકા પાછળ આવેલ રહેણાંક મકાનમાં વીજ-ચેકિંગ હાથ ધરતા વીજમીટરમાં આવતો ઇનકમિંગ સર્વિસ વાયર ઘરની અંદર મીટરની નજીક થી કાપીને ત્યાંથી ડાયરેક્ટ ટેપિંગ કરીને મીટરને બાયપાસ કરી સીધો જ ઘરનો વીજ વપરાશ ચાલતો માલૂમ પડેલ હતો.

જેના આધારે વીજ ચેકિંગની કામગીરી અંતર્ગત મીટર જે તે સ્થિતિમાં કબજે કરી કચેરી દ્વારા વિજ પોલીસ મથકમાં વીજ અધિનિયમ ની કલમ ૧૩૫ હેઠળ વીજ ચોરીની ફરિયાદ નોંધાવી છે, અને વિજ ગ્રાહક મહિલા વિમલબા શિવરાજસિંહ ખાચર ને રૂપિયા ૧,૧૪,૬૦૧ નું પુરવણી બિલ આપવામાં આવ્યું છે.વીજચોરી બંધ થાય અને લાઈન-લોસ ઘટાડી શકાય તેની ઝુંબેશ અંતર્ગત આ સંપૂર્ણ કાર્યવાહી સેન્ટ્રલ ઝોન પેટા વિભાગ કચેરીના જુનિયર ઈજનેર એચ.એમ. જોશી તથા ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ  એસ.આર. કનખરા દ્વારા નાયબ ઇજનેર અજય પરમાર ની સીધી દેખરેખ હેઠળ કરવામાં આવી હતી.

આ ઉપરાંત ગઈકાલે તારીખ ૨૩.૧૨.૨૦૨૩ ના રોજ સેન્ટ્રલ ઝોન પેટા વિભાગ કચેરીના જુનિયર ઈજનેર  વી જી શર્મા તથા નાયબ ઇજનેર અજય પરમાર દ્વારા વિભાગીય કચેરીની મીટર લેબોરેટરી ખાતે વીજ-મીટરો ની ચકાસણી કરવામાં આવી રહી હતી, તે દરમિયાન કચેરી દ્વારા અગાઉ બદલાવામાં આવેલા વીજ મીટર માં સ્માર્ટ રીતે વીજ ચોરી થતું હોવાનું પકડી પાડવામાં આવ્યું હતું.વિગત મુજબ લેબોરેટરીમાં ખોલવામાં આવેલ વીજ મીટર નું એમ એમ બી સીલ તથા ટીબી સીલ તોડીને ફરીથી ફીટીંગ કરેલું હતું અને મીટર ની બોડી ની પાછળ ના ભાગમાં ચોરસ ટુકડો કાપી મીટરની સર્કિટમાં નાનો રજીસ્ટન્સ જોડી ફરીથી બોડીને પેક કરેલી હતી, અને આસાનીથી જોઈ ન શકાય તે રીતે સ્માર્ટ રીતે ફીટીંગ કરેલું હતું.આ સમગ્ર કાર્યવાહીમાં લેબોરેટરી માં ફોટોગ્રાફી સાથે રોજ કામ કરી વીજ અધિનિયમ અંતર્ગત કલમ ૧૩૫ હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, અને કચેરી દ્વારા વિજ ગ્રાહક મહિલા નિર્મળાબેન સાવજીભાઈ અજા ને રૂપિયા ૧,૦૮,૭૭૫ નું પુરવણી બિલ ઇસ્યુ કરવામાં આવ્યું છે. તેમજ નાયબ ઇજનેર અજય પરમાર દ્વારા વિજ પોલીસ સ્ટેશનમાં વીજ ચોરીનો ગુનો દાખલ કરાવાયો છે.

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version