જામનગર શહેર-જીલ્લામાં થર્ટી ફર્સ્ટની ઉજવણી માટે મંગાવવામાં આવેલ દારૂનો જથ્થો ઝડપી લેતી લોકલ ક્રાઈમ બ્રાંચ..
જામનગર શહેર અને ધ્રોલમાંથી કુલ 376 બોટલ, મોબાઇલ-વાહન મળી કુલ રૂા.4.96 લાખનો મુદ્દામાલ જપ્ત
કુલ ચાર દરોડાઓમાં પાંચ શખસની ધરપકડ કરતી જામનગર એલસીબી
દેશ દેવી ન્યુઝ જામનગર 29.જામનગર જીલ્લાના ઇન્ચાર્જ પોલીસ વડા નીતેશ પાંડેયની સુચના તથા એલ.સી.બી. ના પો.ઇન્સ. એસ.એસ.નિનામાના માર્ગદર્શન મુજબ એલ.સી.બી. સ્ટાફના પો.સ.ઇ કે.કે.ગોહીલ તથા પો.સ.ઇ. બી.એમ.દેવમુરારી તથા પો.સ.ઇ. આર.બી.ગોજીયા તથા સ્ટાફના માણસો થર્ટી ફસ્ટ અન્વયે જામનગર શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં પ્રોહી.-જુગારના કેશો શોધી કાઢવા અંગે પેટ્રોલીંગમાં હતા.
ત્રીજા દરોડામાં દિલીપભાઇ તલાવડીયા તથા હીતેન્દ્રસિંહ જાડેજાને મળેલ ખાનગી હકિકત આધારે જામનગર શહેરમાં ગોકુલનગર શેરી નંબર-4 માં રહેતા આરોપી કૈયુરભાઇ ઉર્ફે કૈલો ગીરીશભાઇ ડોબરીયાના કબ્જાના મકાન માંથી ઇંગ્લીશ દારૂ બોટલ નંગ-11 કિ.રૂ. 4400/- તથા મોબાઇલ ફોન મળી કુલ રૂ. 9400/- નો મુદામાલ મળી આવતા કબ્જે કરી મજકુર આરોપી વિરૂધ્ધ પો.કોન્સ. યોગરાજસિહ રાણાએ ફરીયાદ રીપોર્ટ આપતા એ.એસ.આઇ. સંજયસિંહ વાળાએ પ્રોહીબીશન ધારા હેઠળ કાયદેસર ની કાર્યવાહી કરેલ છે.
ચોથા દરોડામાં દિલીપભાઇ તલાવડીયા તથા હીતેન્દ્રસિહ જાડેજા ને મળેલ ખાનગી હકિકત આધારે જામનગર શહેરમાં હવાઇચોક, ભાનુશાળીવાડમાં રહેતા અજયભાઇ ઉર્ફે લાલો ભરતભાઇ કનખરાના કબ્જાના મકાન માંથી ઇગ્લીશ દારૂ બોટલ નંગ-15 કિ.રૂ. 6000/- નો મુદામાલ મળી આવતા કબ્જે કરી મજકુર આરોપી વિરૂધ્ધ પો.હેડ કોન્સ. યશપાલસિંહ જાડેજાએ ફરીયાદ રીપોર્ટ આપતા એ.એસ.આઇ. સંજયસિંહ વાળાએ પ્રોહીબીશન ધારા હેઠળ કાયદેસર ની કાર્યવાહી કરેલ છે.
આ કાર્યવાહી પો.ઇન્સ. એસ.એસ.નિનામા ની સુચના થી પો.સ.ઇ. આર.બી.ગોજીયા, પો.સ.ઇ. શ્રી બી.એમ.દેવમુરારી, પો.સ.ઇ. કે કેગોહીલ તથા એલ.સી.બી. સ્ટાફના માંડણભાઇ વસરા, સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, ભરતભાઇ પટેલ, નાનજીભાઇ પટેલ, શરદભાઇ પરમાર, અશ્વિનભાઇ ગંધા, દિલીપભાઇ તલવાડીયા, હીરેનભાઇ વરણવા, ભગીરથસિહ સરવૈયા, હરદિપભાઇ ધાધલ, વનરાજભાઇ મકવાણા, ધાનાભાઇ મોરી, યશપાલસિહ જાડેજા. હિતેન્દ્રસિંહ જાડેજા, અશોકભાઇ સોલંકી, ખીમભાઇ ભોચીયા, નિર્મળસિહ જાડેજા, યોગરાજસિહ રાણા, બળવંતસિહ પરમાર, લખમણભાઇ ભાટીયા, સુરેશભાઇ માલકીયા, એ.બી.જાડેજા તથા ધર્મેન્દ્રસિહ જાડેજા વિગેરે દ્વારા કરવામા આવેલ છે.