Home Devbhumi Dwarka ખેડૂતો માટે લાલબતી સમાન કિસ્સો: ખભાળિયા પંથકના સોનારડીમાં બે સપ્તાહ પૂર્વે થયેલી...

ખેડૂતો માટે લાલબતી સમાન કિસ્સો: ખભાળિયા પંથકના સોનારડીમાં બે સપ્તાહ પૂર્વે થયેલી ચોરીનો ભેદ ઉકેલતી LCB

0

ખંભાળિયા પંથકના સોનારડીમાં બે સપ્તાહ પૂર્વે થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો.

ખેડૂતો  પરપ્રાંતીય મજૂરોને વાડી ભાગમાં આપતાં પહેલાં 100 વખત વિચારજો :સોનારડી ગામમાં ઘરમાંથી થયેલ ચોરીના બનાવમાં બે વર્ષ પૂર્વે ભાગમાં વાડી વાવવા આવેલ ખેતમજૂર જ આરોપી નિકળ્યો 

પરપ્રાંતિય ચોર ઝડપાયો: દાગીના અને રોકડ સહિત રૂ. 4.46 લાખનો મુદ્દામાલ જપ્તદેશ દેવી ન્યુઝ જામનગર 31.ખંભાળિયા: દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા તાલુકાના સોનારડી ગામે ગત તારીખ 11 માર્ચના રોજ એક વૃદ્ધ ખેડૂતના રહેણાંક મકાનમાંથી રૂ. 4 લાખ 11 હજારની રોકડ રકમ તથા સોનાના દાગીનાની ચોરી કરીને એક શખ્સ ફરાર થઈ ગયો હતો. બાદમાં એલ.સી.બી. પોલીસે હરકતમાં આવી તપાસ દરમિયાન મધ્યપ્રદેશના એક રહેવાસી યુવાનને દબોચી લીધો હતો. આ પ્રકરણમાં સંડોવાયેલા અન્ય એક શખ્સની પણ શોધખોળ હાથ ધરવામાં આવી છે.

સૂત્રો અનુસાર સોનારડી ગામે રહેતા અને ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા દાજીભા જાલમસંગ જાડેજા નામના ક્ષત્રિય વૃદ્ધે ખેતરમાં ઉગેલા કપાસનું વેચાણ કર્યુ હતું. જેના બદલે તેમને તા. 11ના રોજ રૂપિયા 4.11 લાખની રોકડ રકમ મળી હતી. આ રકમ સાથે રાખવામાં આવેલા સોનાના દાગીના સહિત કુલ રૂપિયા 5.31 લાખનો મુદ્દામાલ ભરેલા ડબ્બાને લઈને રાત્રિના સમયે એક શખ્સ નાસી છૂટ્યો હોવાની ફરિયાદ દાજીભા જાડેજાએ ખંભાળિયા પોલીસ મથકમાં નોંધાવવામાં આવી હતી.આ અંગે જિલ્લા પોલીસ વડા સુનિલ જોશીની સૂચના મુજબ એલસીબી ટીમ દ્વારા વિવિધ દિશાઓમાં તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા. જે સંદર્ભે એલ.સી.બી. પી.એસ.આઈ. એસ.વી. ગળચરની ટીમ દ્વારા આ અંગે શંકાસ્પદ પરપ્રાંતિય મજૂરોની ફિઝિકલ રીતે તપાસ તથા ટેકનિકલ લેવલથી કાર્યવાહી કરી ખંભાળિયા શહેરના જુદા-જુદા વિસ્તારોમાં ગોઠવવામાં આવેલા સી.સી. ટીવી કેમેરા તથા નેત્રમ કમાન્ડ એન્ડ કંટ્રોલ ટીમના સહકારથી ચોરી કરનારા શખ્સોની તપાસ હાથ ધરવામાં આવી હતી.

ચોરીના સ્થળે આરોપી શખ્સે પહેરેલા બુટ મળી આવતા આ અંગેની તપાસમાં રેલવે સ્ટેશન વિસ્તારના નેત્રમના સી.સી. ટીવી ફૂટેજ તથા આ ચોરીના સમયગાળામાં બે પરપ્રાંતિય શ્રમિકોની શંકાસ્પદ હિલચાલ જણાઈ હતી. જેથી પોલીસ સ્ટાફ દ્વારા એક ટીમ મધ્યપ્રદેશ ખાતે પણ રવાના કરવામાં આવી હતી. આ અંગેની ઊંડાણપૂર્વકની તપાસમાં મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના જોબટ તાલુકાના બડા ગામ ખાતે રહેતા બાથુ ઉર્ફે દિલો રીછુ મીનાવા નામના 20 વર્ષના આદિવાસી શખ્સની ઓળખ છતી થઈ હતી. આથી એલસીબી સ્ટાફના એ.એસ.આઈ. ભરતભાઈ ચાવડા, બોઘાભાઈ કેસરીયા, જેસલસિંહ જાડેજા તથા સહદેવસિંહ જાડેજાને મળેલી ચોક્કસ બાતમીના આધારે અહીંના રેલ્વે સ્ટેશન પાછળના ઝુંપડપટ્ટી વિસ્તારમાંથી ઉપરોક્ત શખ્સને દબોચી લેવામાં આવ્યો હતો.

આ ચોરી પ્રકરણમાં આરોપી બાથુ ઉર્ફે દિલો મીનાવા સાથે અલીરાજપુર જિલ્લાના જોબટ તાલુકાના સીતુ પીડુ ભાભર નામના શખ્સનું પણ નામ ખુલતા પોલીસે તેને ઝડપી લેવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે. ઝડપાયેલા આ શખ્સ પાસેથી પોલીસે રૂપિયા 1 લાખ 41 હજાર 380ની કિંમતના સોનાના દાગીના, રૂ. 3 લાખ રોકડા તથા રૂપિયા 5,000ની કિંમતનો એક મોબાઈલ ફોન મળી, કુલ રૂપિયા 4 લાખ 46 હજાર 380નો મુદ્દામાલ કબજે કર્યો છે.

ઝડપાયેલો આરોપી શખ્સ અગાઉ આ વિસ્તારમાં કામ કરી ચુક્યો હોવાનું તથા હાલ આ બંને શખ્સો ખંભાળિયા પંથકમાં છૂટક મજૂરી કામ કરતા હોવાનું પોલીસના સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું. ચોરીના ગુનામાં ઝડપાયેલા આરોપી બાથુ ઊર્ફે દિલાએ ચોરી કરી હતી અને આ અંગેનું ધ્યાન રાખવા સીતુ ભાભર આ સ્થળેથી થોડે દૂર ધ્યાન રાખવા ઉભો હતો એમ પણ જાણવા મળ્યું હતું. આ પકડાયેલા શખ્સનો કબ્જો ખંભાળિયા પોલીસને સોંપવામાં આવ્યો હતો.

આ સમગ્ર કાર્યવાહી એલસીબી પી.આઈ જે.એમ. ચાવડાની રાહબરી હેઠળ પીએસઆઈ એસ.વી. ગળચર, એએસઆઈ ભરતભાઈ ચાવડા, કેશુભાઈ ભાટિયા, જયદેવસિંહ જાડેજા, દેવશીભાઈ ગોજીયા, અજીતભાઈ બારોટ, સજુભા જાડેજા, વિપુલભાઈ ડાંગર, બોઘાભાઈ કેસરિયા, મસરીભાઈ ભારવાડીયા, જેસલસિંહ જાડેજા, સહદેવસિંહ જાડેજા, અરજણભાઈ મારૂ, બલભદ્રસિંહ ગોહિલ, જીતુભાઈ હુણ, લાખાભાઈ પિંડારિયા, ગોવિંદભાઈ કરમુર, ધર્મેન્દ્રસિંહ ચુડાસમા, નરસીભાઈ સોનગરા, હસમુખભાઈ કટારા વગેરે દ્વારા કરવામાં આવી હતી.

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version