જામનગરના દરેડમાં સગર્ભા મહિલાની હત્યાનો ભેદ ઉકેલતી એલસીબી
હત્યાના આરોપસર હાલ દરેડ અને મુળ ઉત્તરાખંડનો રહેવાસી મદફેજ જમાલુદીન અંસારીને ઉત્તરાખંડથી ઝડપી લેતી પોલીસ
આરોપીની પ્રાથમીક પુછપરછમાં મજુરી કામ મળતુ ન હોવાથી આર્થિક સંકડામણથી લુંટને અંજામ આપ્યાની કબુલાત
જામનગરના સીમાડે આવેલ દરેડમાં ગત તા.11ના રોજ એક સગર્ભા નેપાળી મહિલાની કરપીણ હત્યા કરવામાં આવી હતી, આ હત્યાનો ભેદ જામનગર એલસીબીએ ઉકેલીને એક શખસની ધરપકડ કરી છે.
આ વણશોધાયેલ ખૂનના બનાવ બનતા ત્વરીત ગુનો શોધી કાઢી આરોપી પકડી પાડવા માટે જામનગરના પોલીસવડા દીપન ભદ્રનની સુચના મુજબ તથા મદદનિશ પોલીસ અધિક્ષક નિતેશ પાંડેય તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી કુણાલ દેસાઇ ના ઓના માર્ગદર્શન મુજબ આ વણશોધાયેલ ખૂન,લુંટ નો ગુન્હો શોધી કાઢી આરોપીઓને પકડી પાડવા માટે એલ.સી.બી. ના પો.ઇન્સ. એસ.એસ.નિનામા તથા એલ.સી.બી./ એસ.ઓ.જી/ પંચ બી ડીસ્ટાફ ની અલગ અલગ ટીમો બનાવી કાર્યરત કરવામાં આવેલ હતી.
આ કામે બનાવ સ્થળ તેમજ તેમની આજુબાજુના રોડ ઉપર ના સીસીટીવી ફુટેજો ને ચેક કરવામાં આવેલ હતા અને ટેકનીકલ સર્વેલન્સ ની મદદ લેવામાં આવેલ હતી અને અલગ અલગ ટીમોને તેમજ અંગતવિશ્વાસુ બાતમીદારોને કામે લગાડવામાં આવેલ હતા.
આ દરમ્યાન એલ.સી.બી.ના એ.એસ.આઇ. સંજયસિહ વાળા તથા પો.હેડ.કોન્સ. ભગીરથસિહ સરવૈયા ને તેઓના અંગત બાતમીદારોથી હકિકત મળેલ કે, આ બનાવને અંજામ આપનાર ઇસમ મહમદફેજ જમાલુદીન અંસારી રહે. હાલ-દરેડ તા.જી જામનગર. (મુળ રહે. ખટીમા, વોર્ડનં- 5, આપાજી ગોલ્ડન મેરેઝ હોલ, ઇસ્લામ નગર, થાના -ખટીમા જી.ઉધમસીંગનગર ઉતરાખંડ) વાળાને બાતમીદારો તેમજ ટેકનીકલ નો ઉપયોગ કરી મજકુર આરોપીને ઉતરાખંડ રાજયમાં તેમના વતન હોવાની હકિકત આધારે ઉતરાખંડ થી મજકુર ઇસમને પો.સ.ઇ.શ્રી કે.કે.ગોહીલ નાઓએ પકડી પાડેલ છે. મજકુર આરોપીની પ્રાથમીક પુછપરછ માં મજુરી કામ મળતુ ન હોવાથી આર્થિક સંકડામણથી લુંટને અંજામ આપવા માટે ખૂન કરેલ નુ જણાવે છે.
આ ગુન્હાની તપાસ જામનગર પંચ બી ડોવી. પો.સ્ટે.ના પો.સબ ઇન્સ. શ્રી સી.એમ.કાટેલીયા નાઓ ચલાવી રહેલ છે.
આ કાર્યવાહી એલ.સી.બી. પો.ઇન્સ.શ્રી.એસ.એસ.નિનામાનાઓ તથા. એલ.સી.બી. પો.સ.ઇ.શ્રી કે.કે. ગોહીલ , શ્રી બી.એમ.દેવમુરારી,પો.સ.ઇ.શ્રી આર.બી.ગોજીયા તથા એસ.ઓ.જી. પો.સ.ઇ.શ્રી આર.વી.વીંછી તથા પો.સ.ઇ.શ્રી વી.કે.ગઢવી તથા પંચ બી ડીવી પો.સ્ટેના પો.સબ ઇન્સ. શ્રી સી.એમ.કાટેલીયા વિગેરે તેમજ એલ.સી.બી./એસ.ઓ.જી/ જામ પંચ બી ડીવી. તથા ટેકનીકલ સ્ટાફ વિગેરે દ્રારા કરવામા આવેલ છે.