જામનગર: મોબાઇલની લુંટ ચલાવનાર ‘રીઢા ચોર’ને ઝડપી લેતી એલસીબી
જામનગર: જામનગર જીલ્લાના પોલીસ વડા દીપન ભદ્રનએ એલ.સી.બી. ના પો.ઇન્સ. એસ.એસ.નિનામા ને આ વણશોધાયેલ ગુનાઓ શોધી કાઢવા જરી સુચના કરેલ હોય,જેથી એલ.સી.બી. પો.ઇન્સ.ની માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. ની અલગ અલગ ટીમો બનાવી આ વણશોધાયેલ ઝુનાઓ શોધી કાઢવા અંગે એલ.સી.બી. સ્ટાફ શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.
આ દરમ્યાન એલ.સી.બી. સ્ટાફના દિલીપભાઇ, શરદભાઇ તથા સુરેશભાઇને તેઓના ખાનગી વિશ્વાસુ બાતમીદાર થી ચોકકસ હકિકત મળેલ કે. અગાઉ ચોરીઓ તથા લુંટના ગુનામાં પકડાઇ ચુકેલ જીતુ જેરામ શેખા રહે, નારણપુરગામ તા.જી.જામનગર વાળો ચોરીઓ કરી મેળવેલ મોબાઇલ ફોનો વેચવા માટે ચોરી કરેલ સાઇન મોટર સાયકલ નંબર જી.જે.10 ડીજી 7357 નુ લઇને લાલપુર બાય પાસ તરફથી જામનગર શહેર તરફ આવતા હોવાની બાતમી આધારે રણજીતસાગર રોડ ઉપર હર્ષદમીલની ચાલી પાસેથી ઇસમને પકડી પાડ્યો હતો.
તેના કબ્જામાથી હોન્ડા સાઇન મોટર સાયકલ નંબર જી.જે.10 ડીજી 7357 કિ.રૂા. 35,000 તથા ચોરીમાં ગયેલ મોબાઇલ ફોન નંગ-5 કિ.રૂા.31,000 મળી કુલ રૂા. 66,500 નો મુદામાલ સાથે પકડી પાડી કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.
આરોપીની પુછપરછ દરમ્યાન અગાઉ ચોરીના ગુનામાં પકડાયેલ જે ગુનામા ત્રણ માસ પહેલા પેરોલ ઉપર છુટયા બાદ પરત હાજર નહી થઇ પેરોલ જમ્પ થઇ ફરાર થયેલ હતો. તેમજ તેઓએ નીચે જણાવ્યા મુજબના ગુનાઓ આચરેલ હોવાની કબુલાત કરેલ છે.
સીટી એ ડીવી પો.સ્ટે.ઇપીકો કલમ 454,380 મુજબ તથા સીટી એ ડીવી પો.સ્ટે. ઇપીકો કલમ 379 મુજબ તથા પંચકોષી બી ડીવી. પો.સ્ટે. ઇપીકો કલમ 379(એ)(4) મુજબ તથા પંચકોષી બી ડીવી. પો.સ્ટે. ઇપીકો કલમ 379(એ)(3) મુજબ ગુનો કર્યો હતો.
આ કાર્યવાહી ઇન્ચાર્જ પો.ઇન્સ.એસ.એસ.નિનામાની સુચના થી પો.સ.ઇ. આર.બી.ગોજીયા, પો.સ.ઇ. બી.એમ.દેવમુરારી, કે.કે.ગોહીલ તથા એલ.સી.બી. સ્ટાફના માંડણભાઇ વસરા, સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, ભરતભાઇ પટેલ. નાનજીભાઇ પટેલ, શરદભાઇ પરમાર, અશ્વિનભાઇ ગંધા. દિલીપભાઇ તલવાડીયા, ફીરોજભાઇ દલ, હીરેનભાઇ વરણવા. ભગીરથસિંહ સરવૈયા, હરદિપભાઇ ધાધલ, વનરાજભાઇ મકવાણા, રધભા પરમાર. ધાનાભાઇ મોરી. યશપાલસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, યોગરાજસિંહ રાણા. બળવંતસિંહ પરમાર, લખમણભાઇ ભાટીયા. સુરેશભાઇ માલકીયા. એ.બી.જાડેજા તથા ધમેન્દ્રસિંહ જાડેજા વિગેરે દ્વારા કરવામા આવેલ છે.