જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડ રોડ પર આવેલી વેપારીની જમીન પચાવી પાડનાર આરોપી પિતા-પુત્ર સામે લેન્ડ ગ્રેબિંગ અંગે ગુનો નોંધાયો
- વેપારીની ૬ પ્લોટ વાળી જમીનનો કબજો કરી દઈ ગેરકાયદે રસ્તો બનાવ્યો: ખાલી નહીં કરી ધમકી આપી
દેશ દેવી ન્યુઝ જામનગર તા ૧૭ ડીસેમ્બર ૨૩ જામનગર ના હાપા માર્કેટિંગ યાર્ડ રોડ પર આવેલી જામનગરના એક વેપારીની જમીનમાં ગેરકાયદે પેશ કદમી કરી જમીન પચાવી પાડવા અંગે જામનગરના બે પિતા-પુત્ર સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ અંગે ગુનો નોંધાયો છે. જમીનનો કબજો કરી લઈ તેમાં રસ્તા બનાવી લીધા બાદ જમીન ખાલી નહીં કરી પતાવી દેવાની ધમકી આપતાં મામલો જિલ્લા કલેકટર અને પોલીસમાં લઈ જવાયો હતો. જિલ્લા કલેક્ટર સમક્ષ લેન્ડ ગ્રેબિંગની અરજી કરાયા પછી આ ફરિયાદ દાખલ થઈ છે.
જેથી નિશાંતભાઈ મોરજરીયા દ્વારા જામનગરના જિલ્લા કલેકટર સમક્ષ લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ અરજી કરવામાં આવી હતી. જે અરજીના અનુસંધાને સીટી એ. ડિવિઝન પોલીસને તપાસ સોંપવામાં આવી હતી, અને તેનો રિપોર્ટ તૈયાર કરાયો હતો.
જેમાં વેપારીની જમીનમાં ગેરકાયદે પેશકદમી કરવામાં આવી હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. જેથી અથડાયેલા કલેક્ટરના આદેશ અનુસાર જિલ્લા પોલીસવડાને હેઠળ ગુનો દાખલ કરવા હુકમ કરાયો હતો, તે અનુસાર જામનગરના સીટી એ. ડિવિઝન પોલીસમાં આરોપી પિતા પુત્ર રસિકભાઈ ભરડવા અને દિશાંત રસિકભાઈ સામે ધી ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ અધિનિયમ ૨૦૨૦ ની કલમ ૪(૩),૫ ગ અને આઈપીસી કલમ ૫૦૬-૨ તથા ૧૧૪ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.