Home Gujarat Jamnagar સોમનાથથી બાઇક ચોરી મોજ કરતો “લખન” LCBના ભાઠે ભરાયો

સોમનાથથી બાઇક ચોરી મોજ કરતો “લખન” LCBના ભાઠે ભરાયો

0

સોમનાથ મંદિરના પાર્કિગમાંથી બાઇકની ચોરી કરનાર આરોપીને જામનગર એલસીબીએ ઝડપી લીધો

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૦૪ જાન્યુઆરી ૨૩ જામનગર: જામનગર પંથકમાં અવારનવાર વાહન ચોરી થતી હોવાની ઘટનાઓ બની રહી છે ત્યારે જામનગર એલસીબીની ટીમ દ્વારા વાહન ચોરોને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે જે અનુસંધાને એલસીબી દ્વારા જામનગર ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ત્યારે ગીર સોમનાથના સોમનાથ મંદિરના પાર્કિંગમાંથી બાઇકની ચોરી કરનાર આરોપીને દબોચી લેવામાં આવ્યો છે. જામનગર એલ.સી.બી.સ્ટાફના દિલીપભાઇ તલાવડીયા તથા હિતેન્દ્રસિંહ જાડેજાને મળેલ હકિકત આધારે જામનગર તાલુકાના દરેડ ગામે આઇટીઆઇ સામેથી આરોપી લખન હીરાભાઇ મારવાડી રહે. મારવાડી વાસ રણજીતસાગર રોડ, જામનગર વાળાના કબ્જામાંથી એક હિરો હોન્ડા સુપર સ્પેલેન્ડર મોટર સાયકલ રજીસ્ટર નંબર- GJ11 BD 7821 નુ કિ.રૂ. 20,000/- ગણી શકપડતી મિલ્કત તરીકે પો.હેડ કોન્સ. ભગીરથસિંહ સરવૈયાએ કબ્જે કરી કાયદેસર કાર્યવાહી કરેલ છે. સદરહુ મો.સા. ગીરસોમનાથ જીલ્લાના સોમનાથ મંદિરના પાર્કીંગ માંથી ચોરી કરેલની કબુલાત આપેલ છે.

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version