Home Gujarat Jamnagar નવાગામ ઘેડમાં લખન ચાવડા નામના યુવાનને ઢસડીને પગમાં છરીઓ મારી: 3 સામે...

નવાગામ ઘેડમાં લખન ચાવડા નામના યુવાનને ઢસડીને પગમાં છરીઓ મારી: 3 સામે ફરીયાદ

0

નવાગામમાં થોડા દિવસ પહેલા થયેલી બોલાચાલીનો ખાર રાખીને લખન ચાવડા નામના

જામનગરના નવાગામ ઘેડમાં રાત્રીના ભાગે જૂની અદાવતનો ખાર રાખીને નામીચા શખ્સ પર ત્રણ શખ્સોએ હુમલો કરતા નાસભાગ મચીથોડા દિવસ પહેલા લખન ચાવડા અને મહેશ વાઘેલા (પ્રમુખ) ને સંબોધીને પોતે બુટલેગર નથી તેવો આક્ષેપ સાથેનો વિડીયો સોશિયલ મિડિયામાં વાયરલ કર્યાં હતો.

જામનગરમાં જૂની અદાવતમાં યુવકને રોડ ઉપર ઢસડીને પગમાં છરીઓ મારી પોલીસે ત્રણ શખસો સામે ગુનો નોંધીને શોધખોળ આરંભીદેશ દેવી ન્યુઝ જામનગર 15 . જામનગર જામનગર શહેરના નવાગામ ઘેડ વિસ્તારમાં ગત મોડી રાત્રીના જુની અદાવતમાં યુવકને રોડ ઉપર ઢસડીને પગમાં છરીના ઘા મારીને લોહી – લુહાણ કરીને ધમકી આપ્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે . રાત્રીના પોલીસમાં દોડધામ મચી ગઈ હતી .

શહેરના નવાગામ ઘેડ , ગાયત્રી ચોક , જશંવત સોસાયટીમાં રહેતો લક્ષ્મણ ઉર્ફે લખન રામભાઈ ચાવડા ( ઉ . વ .૪૨ ) નામના યુવકને થોડા સમય પહેલા આરોપી ધમભા જાડેજા સાથે બોલાચાલી થઈ હતી ગત રાત્રીના એકાદ વાગ્યે લખન ચાવડા નવાગામમાં આવેલ જશંવત સોાસયટીમાં મસાલો ખાવા ઉભો રહ્યો હતો . ત્યારે જુની બોલાચાલીનો ખાર આરોપીઓ રાખીને અભીરાજસિંહ સજુભા જાડેજા , ધમભા જાડેજા ઉર્ફે ડાઢી અને સંજય કોળી ઉર્ફે ડટીએ આવીને હુમલો કર્યો હતો અને યુવકને રોડ ઉપર ઢસડીને ઢીકાપાટુનો માર માર્યો હતો અને પગમાં છરીનો એક ઘા મારી તેમજ લાકડાના ધોકા ફટકારીને ઈજા પહોંચાડી હતી અને જતા જતા ત્રણેય શખસોએ યુવકને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી . બાદમાં યુવકને સારવાર માટે હોસ્પિટલે પહોંચ્યો હતો.બીજી બાજુ સ્થાનિક સુત્રોમાંથી મળતી માહીતી મુજબ પાંચ-છ મહિલાઓ રાત્રીના ભાગે ધર પાસે વોક કરતા હોય, તેવામાં નશાની હાલતમાં શેરીમાંથી પસાર થયેલ લખન ચાવડાએ મહિલાઓ સાથે અણસતુ વર્તન કરતા ઘમભાએ લખન ચાવડાને સમજાવા જતા મામલો બિચક્યો હતો ફરીયાદી અને આરોપીઓ સામસામા આવી ગયા હતા તેથી લખન ચાવડાને ઢીકાપાટુનો માર મારતા લોહીલુહાણ હાલતમાં તાત્કાલિક 108 મારફત હોસ્પિટલ ખસેડવાનો વારો આવ્યો હતો.

બનાવની જાણ થતા હોસ્પિટલ પોલીસ દોડી જઈ બનાવની ભાળ મેળવી હતી તેમા લખન ચાવડાને પગના ભાગે ઇજા થઇ હતી અને હોસ્પિટલ સ્થિત પોલીસ ચોકી રજીસ્ટરમાં ફરીયાદ નથી કરવી તેવી નોંધ હોવાનું જાળવા મળેલ હતુ.!!

આથી સીટી – બી ડિવિઝન પોલીસે આઇ.પી.સી.કલમ ૩૨૩,૩૨૪,૫૦૪,૫૦૬ ( ૨ ) , ૧૧૪ તથા જી.પી.એફ્ટ કલમ ૧૩૫ ( ૧ ) મુજબ ગુનો આગળની તપાસ હાથ ધરી છે.

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version