જામનગરની જી.જી હોસ્પિટલમાં સેમ્પલ ચકાસણીના મુદે લેબ ટેકનિશિયનને ઢીબી નાખ્યો.!
- જી.જી.માં લેબ ટેકનિશિયનને તબીબોએ બેફામ માર માર્યો:ઉચ્ચ તબીબોની દરમિયાનગીરીથી મામલો થાળે
- લેબ ટેકનિશિયને મુંઢ માર માર્યો હોવાથી સારવાર લીધી, રેસીડેન્સને માથામાં ઇજા થઇ હોવાનું મનાઈ રહયું છે.
દેશ દેવી ન્યૂઝ જામનગર તા.૨૩ નવેમ્બર ૨૩ જામનગરની જી.જી હોસ્પિટલના બાયો કેમેસ્ટ્રી વિભાગ લેબમાં સેમ્પલ ચકાસણી બાબતે લેબ ટેકનિશિયન અને રેસીડન્ટ ડોકટર વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ મામલો મારામારી સુધી પહોંચ્યો હતો અને લેબ વિભાગમાં ખુરશીઓ ઉડી હતી જેમાં રેસીડન્ટ ડોક્ટરોના ટોળાએ ટેકનિશિયનને ઢીંબી નાખ્યામા ઘટના સામે આવતા ભાર ખળભળાટ મચી જવા પામી છે.