જામનગરના એમ્યુઝમેન્ટ પાર્ક વિસ્તારનો બનાવ: લવમેરેજ કરનાર યુવતિનું ભાઇ-પિતા દ્વારા અપહરણ
- યુવતિની સાસુને પણ લોખંડના પાઇપ વડે માર મારી મોબાઈલ ઝુંટવી લઈ રૂમમાં પૂરી દીધાની ફરિયાદ
દેશ દેવી ન્યુઝ તા. o૪ જાન્યુઆરી ૨૨ જામનગર: મૂળ ખંભાળિયા માં બંગલાવાડી વિસ્તારમાં રહેતો અને હાલ જામનગરમાં એમ્યુઝમેન્ટ પાર્ક વિસ્તારમાં એક મકાન ભાડે રાખીને રહેતો તેમજ અનાજ કરિયાણાની દુકાન ચલાવતો રાજુ અરવિંદભાઈ વિઠલાણી નામનો 30 વર્ષનો વેપારી યુવાન કે જેણે આજથી છ મહિના પહેલાં ખંભાળિયામાં શક્તિનગર વિસ્તારમાં રહેતા લખમણભાઇ મૂળજીભાઈ કણજારીયા ની પુત્રી યુક્તિબેન સાથે પ્રેમ લગ્ન કરી લીધા હતા ,અને ખંભાળિયા છોડીને જામનગર રહેવા આવ્યો હતો.
ગઈકાલે રાત્રિના નવ વાગ્યાના અરસામાં વેપારી યુવાન રાજુ વિઠલાણી પોતાની દુકાને હતો, ત્યારે તેના ઘેર પ્રેમીકા એવી પત્ની યુક્તિબેન અને પોતાની માતા આશાબેન વિઠલાણી કે જેઓ સાસુ- વહુ ઘેર હતા, દરમિયાન પ્રેમિકા યુક્તિબેન ના પિતા લખમણભાઇ કણજારીયા અને પ્રેમિકાનો ભાઈ જનક લખમણભાઇ કણજારીયા કે જેઓ એકાએક ઘરમાં ધસી આવ્યા હતા. જેઓએ યુક્તિબેન ના માતા આશાબેન ને ધક્કો મારી લોખંડ ના પાઇપ વડે ઈજા પહોંચાડી, તેમના હાથમાં રહેલો મોબાઇલ ફોન બળજબરીપૂર્વક ઝુંટવી લીધો હતો અને આશાબેન ને એક રૂમમાં પૂરી દીધા હતા. ત્યારબાદ યુક્તિબેન નું અપહરણ કરી બળજબરી પૂર્વક તેની સાથે લઈ ને ભાગી છુટ્યા હતા.
સમગ્ર મામલાની રાજુભાઈ વિઠલાણી ને જાણ થતાં તેણે તુરંત જ પોતાના ઘેર આવીને માતાને દરવાજો ખોલીને બહાર કાઢ્યા હતા, અને સમગ્ર મામલો સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાયો હતો. જ્યાં તેણે પોતાના સસરા લખમણભાઇ મૂળજીભાઈ કણજારીયા અને સાળા જનક લક્ષ્મણભાઈ કણજારીયા સામે હુમલા અને અપરણ સહિતની ફરિયાદ નોંધાવી હતી જે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.