આપધાત કરવા મજબૂર કરનાર ૮ વ્હાઈટ કોલર વ્યાજખોર સામે પોલીસ ફરીયાદ
જામનગરમાં હરીયા કોલેજ પાસે રહેતા પટેલ મહિલાઓ ૮ શખ્સ સામે જમીન, પૈસા, દાગીના પચાવી પાડવા સબબ નોંધાવી ફરીયાદ
આરોપી:- ( ૧ ) કૌશીક દેવીદાસ પારેખ ( કે.ડી.પારેખ રહે . સ્વસ્તીક સોસાયટી જામનગર તથા ( ૨ ) ચીરાગ કૌશીક પારેખ તથા ( ૩ ) દર્શક કૌશીક પારેખ બંને જોધપુર ચાર રસ્તા અમદાવાદ ( ૪ ) રમેશભાઈ માધવજીભાઈ મોલીયા રહે.રધુવીર સોસાયટી – ર સુમેર કલબ રોડ જામનગર તથા ( ૫ ) શૈલેષ છગનભાઈ સભાયા રહે.શાંતીનગર શેરી નં -૨ જેકુરબેન સ્કુલ પાસે જામનગર તથા ( ૬ ) મહેન્દ્રસિંહ બી ચાવડા રહે . ન્યુ જામનગર ખંભાળીયા બાયપાસ રોડ જામનગર ( ૭ ) કીર્તીસિંહ કે જાડેજા રહે.જામનગર ( ૮ ) કીરીટભાઈ સોની રહે. ચાંદીબજાર રહે.જામનગર
સુત્રોમાથી પ્રાપ્ય વિગત મુજબ ડોઢ મહિના પહેલા જેન્તીભાઈ વલ્લભભાઈ સંઘાણી નામના પટેલે આર્થિક સંકડામણથી કનસુમરા રેલ્વે ફાટક નજીક પડતું મૂકી આત્મહત્યા કરી હતી પરંત લેણદારદાર દ્વારા વારંવાર પૈસાની ઉઘરાણી કરવામાં આવતી હતી
તેમજ આરોપી શૈલેષભાઈએ વ્યાજની ઉઘરાણી માટે મરણજનારની ખેતીની જમીનનો દસ્તાવેજ પોતાના નામે કરી લીધેલ તેમજ આરોપી કીરીટભાઈ સોનીએ મરણજનારના ઘરનુ સોનુ ઉંચા વ્યાજે જમા રાખી તમામ આરોપીઓએ મરણજનારને રૂપીયાની ઉઘરાણી માટે ધાક ધમકી તથા દબાણ આપી મરણજનારને માનસિક ત્રાસ આપી મરી જવા મજબુર કરતા મરણજનાર ટ્રેનમા નીચે કપાઈ જતા આત્મહત્યા કરેલ