Home Gujarat Jamnagar કરુણ આક્રંદ : જામનગરના એક જ પરિવારના ચાર વ્યક્તિની આત્મહત્યા : એકી...

કરુણ આક્રંદ : જામનગરના એક જ પરિવારના ચાર વ્યક્તિની આત્મહત્યા : એકી સાથે અર્થી ઉઠી

0

જામનગરના એક જ પરિવારના ચાર વ્યક્તિના આત્મહત્યાના બનાવ બાદ જામનગરની જી.જી. હોસ્પિટલમાં પોસ્ટ મોર્ટમ કરાવાયા

  • જામનગરના માધવબાગ વિસ્તારમાં થી ચારેયની એકીસાથે અર્થીઓ ઉઠતાં ભારે હૃદય દ્રાવક દ્રશ્યો સાથે અશ્રુઓનો દરિયો છલકાયો

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૧ જૂલાઈ ૨૪, જામનગર ના માધવબાગ વિસ્તારમાં રહેતા અશક જેઠાભાઈ ધુંવા, લીલુંબેન અશોકભાઈ ધુંવા, જીજ્ઞેશ અશોકભાઈ ધુંવા અને કિંજલબેન અશોકભાઈ ધુંવા નામના એક જ પરિવારના ચાર સભ્યોએ ભાણવડ નજીક આત્મહત્યા કરી લીધી હતી, જે દુઃખદ ઘટના બાદ સમગ્ર કુટુંબીજનો સ્તબ્ધ થઈ ગયા હતા, અને તંત્ર પણ અવાચક બની ગયું હતું.ગઈ રાતે મૃતદેહોને જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલના કોલ્ડરૂમમાં લાવીને રાખવામાં આવ્યા હતા, ત્યારબાદ આજે ચારેય મૃતકોના પોસ્ટ મોર્ટમ કરાવાયા હતા.જામનગરની જી.જી. હોસ્પિટલના ફોરેન્સિક વિભાગના તબીબોની પેનલ મારફતે તમામના પોસ્ટ મોર્ટમ કરાવાયા હતા, ત્યારે જામનગર અને ભાણવડની પોલીસ ટુકડી હાજર રહી હતી. અને મૃતકના કુટુંબીજનો પણ શોકમગ્ન અવસ્થામાં હાજર રહ્યા હતા. ત્યારબાદ ચારેય મૃતકો ને તેમના નિવાસ્થાન જામનગરના સાંઢીયા પૂલ નજીક માધવબાગ વિસ્તારમાં આવેલા તેમના રહેઠાણે લઈ જવામાં આવ્યા હતા. ત્યાંથી એકીસાથે ચારેય ની અર્થીઓ ઉઠી હતી, ત્યારે ભારે હૃદય દ્રાવક દ્રશ્યો સાથે અશ્રુઓનો દરિયો છલકાયો હતો.જે ચારેય મૃતકોની અર્થીને જામનગરના આદર્શ સ્મશાન ગૃહમાં પહોંચાડવામાં આવી હતી, અને ત્યાં તમામ ની અંતિમ વિધિ કરાઇ હતી. જ્યાં અન્ય કુટુંબીજનો, જ્ઞાતિજનો વગેરે બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા, અને ભારે ગમગીની ભર્યું વાતાવરણ બનેલું જોવા મળ્યું હતું.

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version