જામનગર માં જન ઔષધિ દિવસની ઉજવણી સાંસદ ની ઉપસ્થિતિ માં કરાઈ
દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૮ માર્ચ ૨૫, જામનગર જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. નુપુર પ્રસાદ ના માર્ગદર્શન હેઠળ આજે ૭ મા જન ઔષધિ દિવસ ની ઉજવણી જામનગર શહેર ના જોલી બંગલા વિસ્તારમાં આવેલ પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્ર ખાતે કરવામાં આવી હતી.