Home Gujarat Jamnagar જામનગરમાં દંડ વસૂલવા ગયેલી જામ્યુકોની ટીમને વેપારીઓએ ધેરી લીધી : ભારે હોબાળો

જામનગરમાં દંડ વસૂલવા ગયેલી જામ્યુકોની ટીમને વેપારીઓએ ધેરી લીધી : ભારે હોબાળો

0

જામનગરમાં એમ્યુઝમેન્ટ પાર્ક પાસે જાહેર માર્ગ પર પડેલા કચરાની સમસ્યાએ જન્માવ્યો વિવાદ

  • રસ્તે પડેલા કચરાનો દંડ વસૂલવા જતાં દુકાનદારોએ મનપા ની ટીમને ઘેરી લઈ હોબાળો મચાવ્યો

  • જાહેર માર્ગો પર પડેલા કચરાને સાફ કરવામાં તંત્ર નિષ્ફળ જાય છે અને ફક્ત વેપારીઓ પાસેથી દંડ વસૂલવાનું કામ કરે છે.

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૧૩ સપ્ટેમ્બર ૨૪ જામનગર શહેરમાં ગઈકાલે સાંજે એક ચોંકાવનારી ઘટના બની હતી. જ્યાં એમ્યુઝમેન્ટ પાર્ક નજીક આવેલી ગાંધી સોડા શોપ સામે ઉડીને આવેલા પ્લાસ્ટિકના કચરાના ઢગલાને કારણે મહાનગરપાલિકાના અધિકારી ગોપાલ સરધારાએ સોડા શોપના માલિકને દંડ વસૂલવા જતાં મામલો ગરમાયો હતો.

આ ઘટનામાં આસપાસના દુકાનદારોએ મહાનગરપાલિકાના અધિકારીને ઘેરી લઈ હોબાળો મચાવ્યો હતો. દુકાનદારોનો આક્ષેપ છે કે, મહાનગરપાલિકા પોતે જાહેર માર્ગો પર પડેલા કચરાને સાફ કરવામાં નિષ્ફળ જાય છે, અને ફક્ત વેપારીઓ પાસેથી દંડ વસૂલવાનું કામ કરે છે. આ ઘટનાએ મહાનગરપાલિકાની કામગીરી પર ગંભીર સવાલો ઉઠાવ્યા છે. દુકાનદારોનું કહેવું છે કે, “ઉલ્ટા ચોર કોટવાલ કો ડાટે” જેવી સ્થિતિ સર્જાઈ છે.

આ ઘટનાએ મહાનગરપાલિકાની કામગીરી પર ગંભીર સવાલો ઉઠાવ્યા છે. શું મહાનગરપાલિકા ફક્ત વેપારીઓ પાસેથી દંડ વસૂલવા માટે જ કામ કરે છે? શું મહાનગરપાલિકા પોતાની જવાબદારીઓથી ભાગી રહી છે? આ પ્રશ્નોના જવાબ મહાનગરપાલિકાએ આપવા પડશે.

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version