જામનગરમાં કચરાની ગાડીમાં કચરાના સ્થાને કેરણ ભરીને લઈ જવાની પ્રવૃત્તિનો વિડીયો વાયરલ થયો
-
જવાબદાર એજન્સી ની છેલ્લા બે મહિનાની તમામ ટીપ્રો કેન્સલ કરતું તંત્ર
દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨૪ ફેબ્રુઆરી ૨૫, જામનગરમાં કચરા ગાડીમાં કચરો ભરીને લઈ જવાને બદલે કચરા ગાડીમાં બાંધકામનો કાટમાળ ભરીને લઈ જઈને વાહનોના વજન મુજબ કરવામાં આવતા ફેરાના બીલનું કૌભાંડ ચાલતું હોવાના આક્ષેપોને પ્રમાણ મળતું હોય તેવો કચરા ગાડીમાં કેરણ ભરાતું હોવાનું વાયરલ થયેલા વીડીયોમાં જોવામાં આવતા બાદ જામ્યુકો દ્વારા એજન્સી દ્વારા છેલ્લા બે મહિનામાં જેટલી ટ્રિપો કરેલી હોય તે તમામ ટ્રીપો કેન્સલ કરી નાખી હતી