Home Gujarat Jamnagar જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં સુકા અને લાલ મરચાની પુષ્કળ આવક થઇ

જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં સુકા અને લાલ મરચાની પુષ્કળ આવક થઇ

0

જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં સુકા અને લાલ મરચા ની ૪૦૦ થી વધુ ભારીની આવક થઈ

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૯, ડિસેમ્બર ૨૪ જામનગર ના હાપા માર્કેટિંગ યાર્ડમાં દિન પ્રતિ દિન જુદી જુદી જણસની આવક થઈ રહી છે, અને ખેડૂતોને ઊંચા ભાવ મળી રહ્યા હોવાથી ખેડૂતો પણ ખુશખુશાલ નજરે પડી રહ્યા છે. હાપા માર્કેટિંગ યાર્ડમાં આજે લાલ સુકા મરચા ની ૪૦૦ ભારી ની આવક થઈ હતી.જેમાં રેવા જાતિના મરચાંના ૨૮૦૦ થી ૩,૦૫૦ ભાવ બોલાવ્યો હતો. જ્યારે સાનિયા જાતિના મરચા ના ૨,૪૦૦ થી ૨૭૦૦રૂપિયા ના ભાવે ભારી ના સોદા થયા હતા.ઉપરાંત કડી કાબરા મરચા ના ૫૦૦ થી ૧,૨૦૦ રૂપિયા ના ભાવે શોદા થયા હતા. હજુ માર્કેટિંગ યાર્ડમાં ધીમે ધીમે લાલ મરચા ની આવક શરૂ થઈ રહી છે, અને ખેડૂતોને સારી જાતના મરચામાં ઊંચા ભાવ મળી રહ્યા છે.

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version