Home Gujarat Jamnagar જામનગરના 483માં જન્મદિવસે ઉત્સાહભેર ‘ખાંભી પૂજન’

જામનગરના 483માં જન્મદિવસે ઉત્સાહભેર ‘ખાંભી પૂજન’

0

જામનગરના 483માં જન્મદિવસે ઉત્સાહભેર ‘ખાંભી પૂજન’

  • ધારાસભ્ય, શહેર પ્રમુખ તથા જામનગર શહેર-જિલ્લા રાજપૂત સમાજના અગ્રણીઓ દ્વારા ખાંભી પૂજન કરાયું
  • જામ્યુકો દ્વારા જામનગરના ના 483માં સ્થાપના દિન નિમિત્તે હેરિટેજ વોક યોજાઇ
  • જામસાહેબના પ્રતિનિધિ એકતાબા સોઢા પણ ઉપસ્થિત રહ્યા

દેશ દેવી ન્યુઝ જામનગર ૪ ઓગસ્ટ ૨૨ ઐતિહાસિક ધરોહર ધરાવતા જામનગર શહેરના આજે 483માં જન્મદિવસ નિમિત્તે ‘નવાનગર’ની સ્થાપના વખતે મુકાયેલ ખાંભીનું વિધિપૂર્વક પૂજન કરવામાં આવ્યું હતું. જામનગર શહેર અને જિલ્લામાં રાજપુત યુવા સંઘ દ્વારા નગરના 483 મા સ્થાપના દિનની ઉજવણી કરવામાં આવી હતી. દરબારગઢ સર્કલથી પદયાત્રા યોજી હતી અને ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા સહિતના ગરાસીયા દરબાર સમાજના અગ્રગણીઓની ઉપસ્થિતિમાં ખાંભી પૂજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત શહેરના પદાધિકારી સહિતના રાજકીય અને સામાજીક અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.જામનગરના 483 માં સ્થાપના દિન નિમિત્તેના પદાધિકારીઓ અધિકારીઓ દ્વારા ખાંભીનું પૂજન કરવામાં આવ્યું હતું આ ખાંભી પૂજનના મુખ્ય યજમાન ડિમ્પલ રાવલ રહ્યા હતા તેઓએ શાસ્ત્રોક્ત વિધિ-વિધાન પૂર્વક દિલાવર સાયકલ સ્ટોર ખાતે આવેલ જામનગરની સ્થાપના થયેલ હોય તે ખાંભીનું પૂજન કર્યું હતું.

આ કાર્યક્રમમાં કમિશનર વિજય કુમાર ખરાડી, AMC બી.જે.પંડ્યા, સિવિલ શાખાના સિટી એન્જિનિયર ભાવેશ જાની, સ્ટે. ચેરમેન મનીષ કટારીયા ડે.મેયર તપન પરમાર, શાસક પક્ષના નેતા કુસુમબેન પંડ્યા, દંડક કેતન ગોસરાણી, નોડલ ઓફિસર અને હાઉસિંગ વિભાગના ઇજનેર અશોક જોષી, સ્પોર્ટ્સ મેનેજર કે.સી.મહેતા, મહિલા મોરચાના પ્રમુખ રીટાબેન જોટંગીયા મહામંત્રી રેખાબેન વેગડ, શહેર ઉપાધ્યક્ષ ધરતીબેન ઉમરાણીયા, શહેર યોગકોચ રાજશ્રી પટેલ, શિક્ષણ સમિતીના પ્રજ્ઞનાબા સોઢા, રાજહંસ પ્રાઇવેટ લિમિટેડના બોર્ડ મેમ્બર અમીબેન પરીખ, મહામંત્રી વિજયસિંહ જેઠવા, તમામ વોર્ડના કોર્પોરેટરો, યુસીડી વિભાગના મેનેજરો, સમાજ સંગઠનો, આરક્યોલોજી વિભાગના ક્યુરેટર હેરિટેજ વોક અને ખાંભી પૂજનના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. આ તકે જામસાહેબના પ્રતિનિધિ એકતાબા સોઢા પણ ઉપસ્થિત રહી ખાંભી પૂજન કર્યુ હતુ.

જામનગર મહાનગરપાલિકા દ્વારા આજે જામનગરના 483 માં સ્થાપના દિન નિમિત્તે આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા અભિયાનના ભાગરૂપે ખંભાળિયા ગેટ થી દરબાર ગઢ સુધી હેરિટેજ વોક યોજાઈ હતી. આ હેરિટેજ વોક માં જામનગરની વિવિધ ધાર્મિક ,સામાજિક સંસ્થાઓ વિવિધ સંગઠનો સરકારી ખાનગી શાળાના બાળકો જોડાયા હતા બહોળા પ્રમાણમાં શહેરીજનો તિરંગા સાથેના આ હેરિટેજ વોકમાં જોડાયા હતા આ કાર્યક્રમમાં અંદાજિત 3000 થી 3500 જેટલા સંસ્થાકીય લોકો અને સરકારી ખાનગી શાળાના બાળકો જોડાયા હતા.

આ હેરિટેજ વોક ની શરૂઆત શહેર ભાજપ પ્રમુખ વિમલ કગથરાએ ખંભાળિયા ગેટ થી પ્રસ્થાન કરાવ્યું હતું  તિરંગા સાથેનું આ હેરિટેજ વોક ભુજીયો કોઠો થઈ લાખોટા લેખ ગેટ નંબર 8 થી પ્રવેશ કરી જામ રણજીતસિંહજી ની પ્રતિમા ખાતે જઇ લાખોટા લેક ગેટ નંબર 6 થી માંડવી થઈ ટાવર દરબાર ગઢ ખાતે પહોંચ્યું હતું દરબાર ગઢના સર્કલ ખાતે અધિકારીઓ પદાધિકારીઓ અને શાળાના બાળકો દ્વારા રાષ્ટ્રગાન બાદ આ હેરિટેજ વોક પૂર્ણ થઈ હતી.

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version