જામનગર ACB નો સપાટો સફળ ડીકોયર ઓપરેશન..
દેશ દેવી ન્યુઝ નેટવર્ક જામનગર ૧૯. જામનગર મહાનગરપાલિકાની આરોગ્ય શાખાનો ચોથા વર્ગના કર્મચારી ડાયાભાઇ કરશનભાઈ હુણ નામનો પટ્ટાવાળા પ૦૦ની લાંચમાં રંગે હાથે ઝડપાયો.
આતંકનો અંત ….. ટ્રેપ નું સ્થળ”દીપ વસ્તુ ભંડાર” દુકાન, કાલાવડ નાકા બહાર, મોરકન્ડા રોડ, જામનગર.
જામનગર એસીબી ટીમને ખાનગી રાહે આધારભુત માહિતી મળેલ કે જામનગર મહાનગરપાલિકા ની ફૂડ શાખાના અધિકારી /કર્મચારી દ્વારા ફૂડ લાઇસન્સ કાઢી આપવા માટે રૂ.૫૦૦/- થી રૂ.૫૦૦૦/- લાંચ પેટે માંગણી કરી મેળવે છે અને આવા લાંચના રૂપિયા ન મળે ત્યાં સુધી વેપારીને ફૂડ લાઇસન્સ મળતું ના હોય,
જે હકીકતની ખરાઈ કરવા અને જરૂર જણાય તો કાયદેસરની કાર્યવાહી કરવા આજરોજ સહકાર આપનાર ડિકોયરનો સંપર્ક કરી લાંચના ડિકોય છટકાનું આયોજન કરતા, આરોપીએ સહકાર આપનાર ડિકોયર સાથે હેતુલક્ષી વાતચીત કરી પંચ-૧ ની હાજરી માં ફૂડ લાઇસન્સ આપી, અવેજ પેટે લાંચની રકમ રૂ.૫૦૦/- ની માંગણી કરી, સ્વીકારી રંગે હાથ પકડાઇ જઈ ગુન્હો કર્યા બાબત.