Home Gujarat Jamnagar જુગારના પૈસાની ઉઘરાણી કરી ફાઇનાન્સર પર હુમલો કરનાર જામનગરની ત્રિપુટીની ધરપકડ કરાઇ

જુગારના પૈસાની ઉઘરાણી કરી ફાઇનાન્સર પર હુમલો કરનાર જામનગરની ત્રિપુટીની ધરપકડ કરાઇ

0

રાજકોટમાં જુગારના પૈસાની ઉઘરાણી કરી ફાઇનાન્સર પર હુમલો કરનાર ત્રિપુટીની ધરપકડ કરાઇ..

અટિકાઁ વિસ્તારમાં આવેલી ફાઇનાન્સરની ઓફિસમાં ઘૂસી કરી ધમાલ: ઉધરાણીનો મામલો કારણભૂત..

ફરિયાદી સમીર મનુભાઇ સોરઠિયા પહેલા ઇમ્પિરિયલ હોટેલમાં જુગાર રમવા ગયો અને 17.50 લાખ હાર્યો, પૈસા દેવાનો વારો આવ્યો તો નિયત બગડી જેથી મામલો બિચક્યો..!

શહેરના ઢેબર રોડ પર આવેલી ફાઇનાન્સરની ઓફિસમાં ઘૂસી ચાર શખ્શોએ જુગારના પૈસાની ઉધરાણી કરી ફાઇનાન્સરને ઢોરમાર માર્યો હતો..

દેશ દેવી ન્યુઝ નેટવર્ક જામનગર રપ.આ મામલામાં પોલીસે જામનગરના બે સહિત ત્રણ શખ્સને ઝડપી લઇ આગવીઢબે સરભરા કરી કાયદાનું ભાન કરાવ્યું હતું. સહકાર મેઇન રોડ પરની ન્યૂનામે રામેશ્વર સોસાયટીમાં રહેતા અને ઢેબર રોડ પર અટિકા વિસ્તારમાં બાલાજી એન્ટરપ્રાઇઝ ફાઇનાન્સની ઓફિસ ધરાવતાં સમીર મનુભાઇ સોરઠિયા ( ઉ.વ .36 ) એ બે દિવસ પૂર્વે ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે જામનગરના ધમભા ઝાલા, જયપાલ ગોહિલ, કૃષ્ણસિંહ જાડેજા તથા એક અજાણ્યા શખ્સના નામ આપ્યા..

જામનગરના ખોડિયાર કોલોનીના જયપાલસિંહ મનુભા ગોહિલ અને રાજકોટના સત્યનારાયણનગરના કૃષ્ણસિંહ હરિશ્ચંદ્રસિંહ જાડેજાની ધરપકડ કરી હતી

પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે , આરોપીઓએ કબૂલાત આપી હતી કે, જુગારના પૈસાની ઉઘરાણીમાં માથાકૂટ થતાં મામલો મારામારી સુધી પહોંચ્યો હતો.

પોલીસે ત્રણેય આરોપીઓની ધ૨પકડ કરી સરભરા કરી હતી..

ફાઇનાન્સરે  સમીર મનુભાઇ સોરઠિયાએ આક્ષેપ કર્યો હતો કે, સાતમ આઠમના તહેવાર પર તે સતત સાત દિવસ રાજકોટની ઇમ્પિરિયલ હોટેલમાં જુગાર રમવા ગયો હતો અને તેમાં રૂ .17.50 લાખ હારી ગયો હતો જે રકમની ઉધરાણી કરી માથાભારે શખ્સોએ ગાળો ભાંડી હુમલો કર્યો હતો..

આ પ્રકરણમાં પોલીસે જામનગરના સુત્રધાર અને કૃષ્ણનગરમાં રહેતા ધર્મરાજસિંહ ઉર્ફે ધમભા ભૂપતસિંહ જાડેજા તથા ખોડિયાર કોલોનીના જયપાલસિંહ મનુભા ગોહિલ અને રાજકોટના સત્યનારાયણનગરના કૃષ્ણસિંહ હરિશ્ચંદ્રસિંહ જાડેજાની ધરપકડ કરી હતી.

પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે , આરોપીઓએ કબૂલાત આપી હતી કે , જુગારના પૈસાની ઉઘરાણીમાં માથાકૂટ થતાં મામલો મારામારી સુધી પહોંચ્યો હતો પોલીસે ત્રણેય આરોપીઓની ધ૨પકડ કરી સરભરા કરી હતી .

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version