જામનગરમાં ચાંદીના ઘરેણાની દુકાનમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો : મુદ્દામાલ સાથે મહિલાની અટકાયત
- જામનગર: જામનગરના ચાંદી બજાર વિસ્તારમાં આવેલ ઘરેણાની દુકાનમાં થયેલ ચાંદીની ચોરીમાં સીસી ફુટેજના આધારે પોલીસે તપાસ હાથ ધરીને એક મહીલાને મુદામાલ સાથે અટકયાતમાં લીધી હતી.
દેશ દેવી ન્યુઝ જામનગર તા.ર૩ ડિસેમ્બર ૨૨ જામનગર શહેરમાં બનતા ઘરફોડ ચોરીના ગુન્હા શોધવા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સુચના અને નાયબ પોલીસ અધિક્ષક વરૂણ વસાવા તથા પીઆઇ એમ.બી. ગજજરના માર્ગદર્શન મુજબ સીટી-એ ડીવીઝન પીએસઆઇ બી.એસ.વાળા સાથે પોલીસ સ્ટેશન સર્વેલન્સ સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમા પેટ્રોલીંગમાં હતા.
દરમ્યાન સ્ટાફના હેડ કોન્સ, રવિરાજસિંહ જાડેજા, દેવાયતભાઇ કાંબરીયા, પો.કોન્સ. વિક્રમસિંહ જાડેજાને તેમના અંગત બાતમીદારોથી હકિકત મળેલ કે જામનગર સીટી-એ ડીવીઝન કલમ 380, 454 મુજબના કામે ચોરીમાં ગયેલ મુદામાલ લઇ એક મહીલા સોના-ચાંદીની દુકાનો પાસે આંટાફેરા કરે છે અને તેને શરીરે કાળા તથા સફેદ કલરની ફુલની ડિઝાઇનવાળી સાડી તથા ગુલાબી કલરનું બ્લાઉઝ, બ્લુ કલરની સાલ પહેરેલ છે તે બાબતે વોચમાં હતા.
દરમ્યાન મહિલા આરોપી લીલાબેન બધા સોલંકી-દેવીપુજક (ઉ.વ.65) રહે. સાતરસ્તા સર્કલ, પ્રદર્શન ગ્રાઉન્ડ જામનગર, મુળ રહે. સરકારી દવાખાના પાસે જુનુ બાલઆશ્રમ નદી કાંઠે ગોંડલ, જી. રાજકોટ તેમજ સોલવન રોડ ઉપર ગોંડલ રાજકોટવાળી મળી આવતા, અંગઝડતી કરતા આરોપી મહીલા પાસેથી ચાંદીના બે જોડી સાંકળા જેનુ વજન 112 ગ્રામ, કિ. 11500 ગણી તથા એક ચાંદીની લકી જેનુ વજન 3 ગ્રામ કિ. 1500 ગણી કુલ મુદામાલ કિ. રૂ. 13000નું મળી આવતા સીટી-એ ડીવીઝન કલમ 380, 454 મુજબના મુદામાલ તરીકે કબ્જે કરી ઘરફોડ ચોરીનો વણ શોધાયેલ ગુનો ડીટેકટ કર્યો હતો.