જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના સુમરા ગામમાં ભરવાડ પરિવારમાં ભારે કરુણા જનક કિસ્સો
-
એક ભરવાડ મહિલા અને તેના માસુમ ચાર સંતાનોએ સામુહિક રીતે કુવામાં ઝંપલાવી આત્મહત્યા કરી લેતાં ભારે હાહાકાર
-
ધ્રોલ પોલીસે ગામ લોકોની મદદ થી ચારેય મૃતદેહોને પાણીમાંથી બહાર કઢાવી ધ્રોળની સરકારી હોસ્પિટલમાં પહોંચાડ્યા
દેશ દેવી ન્યુઝ જામનગર તા ૪ એપ્રિલ, ર૫ જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના સુમરા ગામમાં આજે બપોરે એક ભારે કરુણાજનક કિસ્સો બન્યો હતો. ભરવાડ પરિવારની એક મહિલા, કે જેણે પોતાના ૧૦ વર્ષથી લઈને ૩ વર્ષ સુધીના ચાર માસુમ સંતાનો સાથે કુવામાં ઝંપલાવી સામુહિક રીતે આત્મહત્યા કરી લેતાં ભારે ચકચાર જાગી છે. અને સુમરા ગામમાં સોંપો પડી ગયો છે. ધ્રોલની પોલીસ ટુકડી દોડતી થઈ છે, અને સમગ્ર બનાવ મામલે વધુ તપાસ ચલાવી રહી છે.