જામનગરમાં RTO ના લાયસન્સ માટે ધોરણ ૮ પાસનું બોગસ લીવીંગ સર્ટીફીકેટ બનાવી અને ટ્રસ્ટના સહી સીકકાઓ બનાવવાના કેશમાં આરોપીને નિદોર્ષ છોડી મુકતી નામદાર અદાલત
એફ.એસ.એલ. રીપોટ નો અહેવાલ આરોપીની વિરૂધ્ધમાં આવ્યો હતો
FSL રીપોટને ધ્યાને લઈ આરોપીને સજા કરી શકાય નહી, : રાજેશ ગોસાઈ
દેશ દેવી ન્યૂઝ જામનગર તા. 3 માર્ચ ૨૫ આ કેશની હકિક્ત એવી છે કે, જામનગર ખાતે જુમાં મસ્જીદ ટ્રસ્ટ સંચાલીત સ્કુલમાં નોકરી કરતા મહેબુદખાન અનવરખાન પઠાણ દ્વારા જામનગર સીટી ‘એ’ ડીવીઝનમાં ફરીયાદ દાખલ કરેલ કે, તેઓ ટ્રસ્ટની શાળામાં નોકરી કરતા હોય, અને તેઓની નોકરીના સમયગાળામાં તેમના પાસે આરોપી મોઈનુદીન યુસુફભાઈ ચાકી અને વાળાઓ એક શાળા છોડયાનું પ્રમાણપત્ર લઈને આવેલ અને તેના સાથે આર.ટી.ઓની યાદી પણ સાથે લઈ આવેલ તે પ્રમાણપત્રમાં દરજાદા ઈરફાન કાસમ નામ લખેલ હોય, અને તેમાં ફરીયાદીની પ્રિન્સીપાલ તરીકે સહી હોય, તેની ખરાઈ કરતા આ સહી ડુપ્લીકેટ કરેલ હોવાનું માલુમ પડ્યું હતુંફરીયાદી દ્વારા સંસ્થાના રેકર્ડ ચેક કરતા આ જે પ્રમાણપત્રમાં જી.આર.નંબરનો ઉલલેખ કરવામાં આવેલ હતો તે જી.આર.નંબર થી કોઈ અન્ય વિધાર્થીઓનું નામ જણાવેલ હોય, જેથી આરોપી સામે બોગસ પ્રમાણપત્ર બનાવવા અને ખોટા ટ્રસ્ટના સીકકાઓ અને બનાવટી સહીઓથી ખોટા પ્રમાણપત્રને સાચા તરીકે ઉપયોગ કરી અને આર.ટી.ઓ. પાસેથી ખોટી રીતે લાયસન્સ મેળવવાનો પ્રયાસ કરવાની કોશીશ કરેલ હોવાનો ગુન્હો દાખલ કરવામાં આવ્યો હતો .જે ગુન્હામાં ચાર્જશીટ દાખલ થયેલ અને આરોપીઓ સામે કેશ ચાલેલ, આ કેશ ચાલી જતાં જુમા મસ્જીદના ટ્રસ્ટીઓ સાહેદ સાક્ષીઓની તપાસ કરવામાં આવેલ અને તેમની જુબાનીઓ લેવામાં આવેલ અને ફરીયાદીની પણ જુબાનીઓ લેવામાં આવેલ અને આ ખોટા પ્રમાણપત્ર અંગેનો એફ.એસ.એલ.રીપોર્ટ પણ રેકર્ડમાં લેવામાં આવેલ, ત્યારબાદ આ કેશમાં સુનવણી ઉપર આવતા સરકાર પક્ષે દલીલો કરવામાં આવેલ કે, આ કામના આરોપી મોઈનુદીન યુસુફભાઈ ચાકી દ્વારા રૂા.૨,૦૦૦/- જેવી મામુલી રકમ લઈ અને આરોપી ઈરફાન કાસમભાઈ દરજાદા આઠ પાસ હોય તે રીતે ખોટું પ્રમાણ પત્ર બનાવી દીધેલ છેઅને તે એફ.એસ.એલ.રીપોર્ટ પણ પોઝીટીવ આવેલ છે, અને આરોપી સામેનો કેશ સાબીત થઈ ગયેલ છેતમામ સાહેદોએ આ બાબતનું જુબાની દરમ્યાન સમર્થન આપેલ છે, તે તમામ હકિકતો ધ્યાને લઈ અને આરોપીને મહતમ સજા કરવી જોઈએ અને આ પ્રકારે જે ભષ્ટ્રાચાર ચાલે છે, તે ડામી શકાય, તેની સામે આરોપી પક્ષે દલીલો કરવામાં આવેલ કે, કેશ રેકર્ડ ખોટું ઉભું કરવાનો છે અને કેશમાં જે જુબાની લેવામાં આવેલ છે, તેમાં કોઈ જ પક્ષકારોઓ ડોક્યુમેન્ટ કોના દ્વારા રજુ કરવામાં આવેલ છે તેને સમગ્ર ટ્રાયલ દરમ્યાન જણાવેલ નથી અને આરોપી સામે કોઈ જ પુરાવો રેકર્ડ ઉપર આવેલ નથી, અને એફ.એસ.એલ. તે કોરોબ્રેટીવ એવીડન્સ છે, તે ત્યારે જ લાગું પાડી શકાય જયારે મૌખીક પુરાવો તેને સમર્થન કરતો હોય માત્ર અને માત્ર એફ.એસ.એલ.ને ધ્યાને લઈ અને આરોપીને સજા કરી શકાય નહી,તે તમામ હકિકતો ધ્યાને લઈ અને રેકર્ડ ધ્યાને લઈ અને આરોપી મોઈનુદીન યુસુફભાઈ ચાકીને આ કેશમાં નિદોર્ષ ઠરાવી અને છોડી મુકવાનો હુકમ કરેલ, આ કેશમાં આરોપી તરફે વકીલ રાજેશ ડી. ગોસાઈ, વિશાલ વાય. જાની હરદેવસિંહ આર.ગોહીલ, રજનીકાંત આર.નાખવા, નિતેષ જી.મુછડીયા રોકાયેલા હતા.