જામનગરવાસીઓ સાવધાન…! : તા. 6 થી 15 માર્ચ સુધી ગુજરાત પોલીસ યોજશે ટ્રાફિક ડ્રાઇવ
ટુ વ્હીર ચલાવતી વખતે હેલ્મેટ નહીં પહેર્યુ હોય અને કાર હંકારતી વખતે સીટ બેલ્ટ નહીં બાંધ્યો હોય તો પોલીસ તમને સીધો દંડ ફટકરાશે
હેલ્મેટ કે કારમાં સીટ બેલ્ટ વિના વાહન ચલાવવું પડશે ભારે.
ટ્રાફિક નિયમ ભંગ કરનાર સામે કડક પગલા લેવા આદેશ
ગુજરાત પોલીસને આ મામલે આદેશ આપવામાં આવ્યો છે.
દેશ દેવી ન્યુઝ જામનગર 05. ગુજરાત પોલીસ દ્વારા આગામી તા. 6થી 15 માર્ચ દરમિયાન એક સ્પેશિયલ ડ્રાઈવ યોજવામાં આવશે. આ સમયે જોઈ કોઈ વાહન ચાલકે હેલ્મેટ વિના કે પછી કારનો સીટ બેલ્ટ નહીં બાંધ્યો હોય તો દંડ થશે. સાથે જ પોલીસને એવો પણ આદેશ કરવામાં આવ્યો છે કે, શહેર અને જિલ્લામાં રોજની કામગીરીની સમીક્ષા કર્યા બાદ તેનો અહેવાલ પણ મોકલવામાં આવે.
ગુજરાત પોલીસ માટે જાહેર કરવામાં આવેલા પત્રમાં કહેવાયુ છે કે, સુપ્રીમ કોર્ટ કમિટી ઓન રોડ સેફ્ટી દ્વારા રાજ્યની સમાયાંતરે યોજાતી સેફ્ટી કાઉન્સિલની બેઠકમાં રોડ સેફ્ટીની સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. આ સમીક્ષા બેઠકમાં રાજ્યમાં થતા અકસ્માતોની ચર્ચા કરવામાં આવી હતી. તેમજ રોડ અકસ્માતમાં ઘટાડો લાવવા માટે તેમજ ટ્રાફિક નિયમોની સુયોગ્ય અમલવારી કરાવવા માટે ગુજરાત પોલીસને આદેશ કરવામાં આવ્યો છે.