જામનગર રાજપૂત સમાજ દ્વારા પરંપરાગત શસ્ત્ર પૂજન કરાયું..
રાજપૂત સમાજ દ્વારા યોજાયો શસ્ત્ર પૂજનનો કાર્યક્રમ, અધર્મ સામે ધર્મના વિજયના અનેરો અવસર એટલે વિજયાદશમી.
- જામનગરમાં રાજપૂત સમાજ દ્વારા યોજાયો શસ્ત્ર પૂજનનો કાર્યક્રમ
- દશેરાના પાવન પર્વના દિવસે શસ્ત્ર પૂજનનું અનેરું મહત્વ.
- રાજપૂત સમાજે ધાર્મિક વિધિવિધાન મુજબ તેમના શસ્ત્રોની પૂજા કરી
- પાંડવોએ આજના દિવસે કર્યું હતું શસ્ત્ર પૂજન
- પાંડવોએ ગુપ્તવાસ બાદ શમીવૃક્ષ પર સંતાડયા હતા શસ્ત્રો
- પાંડવોએ સંતાડેલા શસ્ત્રો ઉતારીને તેનું શાસ્ત્રોકત રીતે પૂજનઅર્ચન કર્યુ હતુ
- ત્યારથી દર વર્ષે દેશભરમાં ક્ષત્રિય સમાજ દ્વારા શસ્ત્રપૂજનના કાર્યક્રમો યોજાય છે.
દેશ દેવી ન્યુઝ તા.oપ ઓક્ટોબર ૨૨ શ્રીરામચંન્દ્ર ભગવાને અસુરોને મહાત કરવા માટે રાવણ સાથે યુદ્ધ શરૂ કર્યું હતું. તેના દસમાં દિવસે વિજય મેળવ્યો હતો. તેના ઉપલક્ષમાં દેશભરમાં દશેરાની ઉજવણી થાય છે. રાજપૂત સમાજ દ્વારા દશેરાના દિવસે શસ્ત્ર પૂજા કરવામાં આવે છે.રણભૂમિમાં દાનવોને હણવામા સાથ આપનાર શસ્ત્રોનું રાજપૂત સમાજ દ્વારા શુભ મુહુર્તમાં પૂજન અર્ચન કરવામાં આવે છે.