હુમલા પ્રકરણમાં ૩ ભરવાડ સામે ફરીયાદ: ઢોરની સમસ્યાને લઈ મનપા આકરા પાણીએ.
- આરોપી : (૧) રામ ભરવાડ (૨) ધર્મેશ ભરવાડ (૩) મચ્છા ભરવાડ
- પોલીસ કોન્સ.રાહુલ મકવાણાનો કાઠલો પકડવો પડ્યો ભારી.
- જામ્યુકોની સોંલીડ વેસ્ટ શાખાના રાજભા સતાજી જાડેજા બન્યા ફરિયાદી
દેશ દેવી ન્યુઝ જામનગર તા.o૩ સપ્ટેમ્બર ૨૨ જામનગરમાં રણજીતસાગર રોડ પર મારૂં કંસારાની વાડી પાસે રખડતા ઢોર પકડવાની કામગીરી દરમ્યાન પશુપાલકોએ પોલીસ કર્મી સાથે ઝપાઝપી કરી હુમલો કરતા અફડાતફડી મચી ગઇ હતી . પોલીસ સાથે ઝપાઝપી કરી રામ ભરવાડ મચ્છો અને ધર્મેશ નામના ત્રણેય શખસો નાસી છૂટયા હતાં. પોલીસે બનાવ અંગે ગુનો નોંધી ત્રણ ઢોર માલિકોની ધરપકડ કરી છે. પોલીસકર્મીનો કાઠલો પકડી ઢોર છોડાવવું પડ્યું ભારી વધુ એક ફોજદારી ફરિયાદ નોંધાઇ છે.