Home Gujarat Jamnagar જામનગર પોલીસે દિવાળી તહેવાર નિમિત્તે આંગળીયા સંચાલકો સાથે બેઠક યોજી

જામનગર પોલીસે દિવાળી તહેવાર નિમિત્તે આંગળીયા સંચાલકો સાથે બેઠક યોજી

0

જામનગરના વેપારીઓ તથા આંગડીયા પેઢીના સંચાલકો સાથે સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દિવાળીના તહેવાર નિમિત્તે બેઠક યોજાઇ

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૯ નવેમ્બર ૨૩ જામનગરના સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જામનગરના વેપારી એસોસિએશન ના હોદેદારો, જામનગર સોની બજાર ના વેપારીઓ, તેમજ આંગડીયા પેઢીના સંચાલકો સાથે દિવાળી ના તહેવારને ધ્યાને લઇ સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ નિકુંજ ચાવડાના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ હતી.આ બેઠકમાં સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશન ના પી.આઇ. નિકુંજ ચાવડા દ્વારા દિવાળી ના તહેવારો દરમ્યાન વેપારીઓને, અથવાતો ખરીદી કરવા આવનાર લોકોને કોઇ અગવડતાઓ ‘ન’ પડે તે માટે જરૂરી પોલીસ બંદોબસ્ત રાખી તકેદારીના પગલાં લેશે તેવી કટીબદ્ધતા દર્શાવી હતી.ઉપરાંત તહેવાર દરમ્યાન મોટી સંખ્યામાં લોકો ખરીદી કરવા આવતા હોય છે, ત્યારે શહેરની બજારમાં ભીડ એકત્ર થતી હોય છે, તેથી બજારમાં ભીડનો ગેરલાભ લેવા માટે ખિસ્સા કાતરુઓ અને ચિલઝડપ કરનાર તથા ગુનાહીત પ્રવૃતિઓ થતી હોય છે. તેથી લોકો હર્ષોલ્લાસ થી દિવાળીના પર્વની ઉજવણી કરી શકે તેવા હેતુ થી સિટી-એ ડિવિઝન પોલીસ દ્વારા ફુટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. અને સીટી એ. ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાં માર્ચ પાસ્ટ પણ કરવામાં આવી હતી.

વેપારીઓ સાથેની બેઠકમાં જામનગર વેપારી મહામંડળના પ્રમુખ સુરેશભાઈ તન્ના, ગુજરાત સુવર્ણકાર સુરક્ષા સેતુ જામનગર ના પ્રમુખ સુભાષભાઈ પાલા, ઉપપ્રમુખ ધર્મેશભાઈ વડનગરા, કિશોરભાઈ મોનાણી, રાજુભાઈ વડનગરા, જયકિશનભાઈ પાલા, હર્ષભાઈ થડેશ્વર, જયેશભાઈ માંડલિયા તથા સોની સમાજના આગેવાન કિશોરભાઈ ભૂવા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત સિટી-એ ડિવિઝન વિસ્તારમાં આવતા આંગળીયા પેઢીના માલિક તથા કર્મચારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version