જામનગર શહેરમાં ટ્રાફિક શાખા તથા શહેરના ત્રણેય પોલીસ ડિવિઝન ની ટિમ દ્વારા હેલ્મેટ અંગે ટ્રાફિક ઝુંબેશ ધરાઈ
-
શહેરની તમામ સરકારી કચેરીઓ ના દ્વારે ઝુંબેશ હાથ ધરી હેલ્મેટ પહેર્યા વિના પ્રવેશનારા ૪૪ થી વધુ વાહનચાલકો દંડાયા
દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૨, માર્ચ ૨૪ ગુજરાત રાજ્ય સરકાર દ્વારા સુપ્રીમ કોર્ટની ગાઈડ લાઈનને અનુસરીને શહેરી વિસ્તારમાં અને હાઇવે રોડ પર ટુવિલર વાહનચાલકો હેલ્મેટ પહેર્યા વિના ન નીકળે, તે અંગે વિશેષ ઝુંબેશ ચલાવાઇ રહી છે, તેના ભાગરૂપે આજે જામનગર શહેરમાં મેગા ડ્રાઇવ યોજવામાં આવી હતી. જામનગર શહેરની તમામ સરકારી કચેરી કે જેના મુખ્ય પ્રવેશ દ્વારે ટ્રાફિક શાખા ની અલગ અલગ ત્રણ ટુકડી ઉપરાંત શહેરના સીટી એ., બી., અને સી. સહિત ત્રણેય પોલીસ ડિવિઝનના સ્ટાફ સાથેની ટુકડીઓને વિભાજીત કરીને વહેલી સવારે ૧૦.૦૦ વાગ્યાથી ફરજ પર મૂકી દેવામાં આવ્યા હતા, અને ટ્રાફિક ઝુંબેશ હાથ કરી હતી.