ગુજરાતમાં જુદા-જુદા ગંભીર ગુનાઓમાં નાસતા-ફરતા રીઢા આરોપીને ઝડપી લેતી જામનગર પેરોલ ફર્લો સ્કવોડ
દેશ દેવી ન્યુઝ નેટવર્ક જામનગર: જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક દીપન ભદ્રનની સુચના તેમજ એલસીબીના ઈન્ચાર્જ પીઆઈ એસ એસ નિનામાના માર્ગદર્શન મુજબ પેરોલ ફર્લો સ્ક્વોડના સ્ટાફ દ્વારા નાસતા ફરતા ગુનેગારોને શોધી કાઢવા પેટ્રોલિંગમાં હતા.
ફર્લો સ્ટાફના લખધીરસિંહ જાડેજા તથા ગજેન્દ્રસિંહ જાડેજા, કાસમભાઇ બ્લોચ, ભરતભાઈ ડાંગર સંયુક્તનાને બાતમી મળેલી કે પંચમહાલ જિલ્લામાં લુંટ,ધાડ તથા ઘરફોડ ચોરી જેવા અલગ-અલગ પાંચ ગંભીર ગુનાઓમાં છેલ્લા દસ વર્ષથી પોલીસને થાપ આપી નાસતો ફરતો આરોપી રતન ગોબર ભુરીયા રહે. હાલ રાજકોટ બાજુમાં ન્યારા ખાતે રહેતો હોવાની વિગતના આધારે જામનગર પોલીસની ટુકડી ન્યારા ખાતે દોડી ગઈ હતી અને આરોપીને પકડી પાડી આગળની કાર્યવાહી કરવા માટે જામનગર સીટી એ ડીવીઝન પોલીસને સોંપી આપ્યો હતો.
આરોપી રતનના ગુનાહિત ઈતિહાસ ની વિગત જોઈએ તો, ગોધરા તાલુકા તથા રાજગઢ પોલીસ સ્ટેશન હેઠળ આઈ.પી.સી.કલમ 395 મુજબના ચાર ગુના નોંધાયેલા છે તેમજ ગોધરા તાલુકા પોલીસ સ્ટેશન હેઠળના આઈ.પી.સી.કલમ 457 અને 380 મુજબનો ગુનો દાખલ થયો છે.
આ કામગીરી પેરોલ ફર્લો સ્ક્વોડના પીએસઆઇ એ. એસ.ગરચર, સ્ટાફના લખધીરસિંહ, ગજેન્દ્રસિંહ, સુરેન્દ્રસિંહ, રણજીતસિંહ, સલીમભાઈ, કાસમભાઈ, ભરતભાઈ, રાજેશભાઈ, મહિપાલ ભાઈ, ધર્મેન્દ્રભાઈ, મેહુલભાઈ,અરવિંદ ગીરી, નિર્મળસિંહ તથા લખમણભાઇ દ્વારા કરવામાં આવી હતી.