મ્યુનિસિપલ કમિશનર ડી.એન. મોદીએ સ્ટેન્ડીંગ કમિટી સમક્ષ રજૂ કર્યો વર્ષ ર૦રપ-ર૬ ના વર્ષના બજેટનો પ્રસ્તાવઃ વર્ષાંતે રૂ. ૩ર૬ કરોડ પુરાંત દર્શાવાઈ
-
જામનગર મનપાનું રૂ. ૧૪૯૩ કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂઃ રૂ. ૧૧.૮૪ કરોડના નવા કરવેરા સૂચવાયા
-
આ ડ્રાફ્ટ બજેટમાં સ્ટેન્ડીંગ કમિટી સુધારા-વધારા કરીને જનરલ બોર્ડ સમક્ષ રજૂ કર્યા પછી ફાયનલ બજેટ આવશે
દેશ દેવી ન્યૂઝ જામનગર તા. ૩૦ જાન્યુઆરી ૨૫, જામનગર મહાનગરપાલિકા દ્વારા વર્ષ ર૦રપ-ર૬ નું રૂ. ૧૪૯૩ કરોડના ખર્ચવાળું અંદાજપત્ર આજે સ્ટેન્ડીંગ કમિટી સમક્ષ રજૂ કર્યું હતું અને વોટર ચાર્જ અને મિલકતવેરા સહિતની અનેક સેવામાં વધારો સૂચવાયો છે. આ કર-દરની વધારાની દરખાસ્તથી રૂ. ૧૧.૮૪ કરોડની આવક મળશે. તેવો અંદાજ મૂકવામાં આવ્યો છે. હવે આગામી સ્ટેન્ડીંગ કમિટીમાં આ બજેટમાં સુધારા-વધારા સૂચવીને આખરી મંજુરી માટે સામાન્ય સભામાં રજૂ કરવામાં આવશે.
આ નવા વાર્ષિક અંદાજપત્રમાં મહેસુલી આવક રૂ. પર૩ કરોડ, મહેસુલી સિલક રૂ. ૧૧.૧૪ કરોડ મળી કુલ રૂ. પ૩૪.૧૪ કરોડમાંથી મહેસુલ ખર્ચ રૂ. પરપ કરોડ અને વર્ષાન્તે રૂ. ૯.૧૪ કરોડની મહેસુલી બંધ પુરાંત દર્શાવાઈ છે.મહેસુલી આવકમાં ટેક્સની આવક રૂ. ૧૧૮.૯૧ કરોડ, ટેક્સ વગરની આવક રૂ. ર૧૪.૩૧ કરોડ, એજ્યુકેશન શેષ, લેબર વેલફેર આવક રૂ. ર૭ કરોડ, ઓક્ટ્રોય ગ્રાન્ટ આવક રૂ. ૪પ કરોડ, અન્ય ગ્રાન્ટ આવક રૂ. ૯૬.રપ કરોડ તેમજ અન્ય આવક રૂ. ર૧.પ૩ કરોડ મળી કુલ રૂ. પર૩ કરોડ થવા જાય છે.
જ્યારે મહેસુલી ખર્ચમાં એસ્ર્ટા ખર્ચ (સ્ટાફ) રૂ. ૧૦પ.૭૮ કરોડ, એસ્ટા (સફાઈ) રૂ. ૧ર૬.૧૯ કરોડ, એસ્ટા (જેએમટીએસ) રૂ. પ.૮૧, વહીવટી ખર્ચ રૂ. ૮.૦૭ કરોડ, મરામત-નિભાવ ખર્ચ રૂ. ૭૯.ર૩ કરોડ, મહેસુલી ગ્રાન્ટ ખર્ચ ૮૧.૯૯ કરોડ, લોન વ્યાજ ખર્ચ રૂ. ૦.રપ કરોડ, એજ્યુ શેષ-લેબર વેલફેર સરકારમાં જમા માટે રૂ. ર૮.૯૭ કરોડ, નક્કી થયેલ પગાર ખર્ચ રૂ. ૮.પ૬ કરોડ, જાહેર શિક્ષણ ખર્ચ રૂ. રપ.૧પ કરોડ, પરચુરણ ખર્ચ રૂ. ૩૬.૯પ કરોડ, તથા કેપિટલ ગ્રાન્ટ ટ્રાન્સફર માટે રૂ. ૧૮.૦પ કરોડ મળી કુલ રૂ. પરપ કરોડ ખર્ચ થશે.
તેવી જ રીતે કેપિટલ સ્વભંડોળમાં ૧ર૩ કરોડની આવક અંદાજવામાં આવી છે. શરૂઆતની સિલક રૂ. ૧પ.૩૭ કરોડ ઉમેરાતા રૂ. ૧૩૮.૩૭ કરોડમાંથી ૮૪ કરોડનો ખર્ચ અને અંતે પ૪.૩૭ કરોડની કેપિટલ સ્વભંડોળની પુરાંત રહેશે.
રૂપિયો ક્યાંથી આવશે : ટેક્સની આવક ર૩ પૈસા, ટેક્સ વગરની આવક ૪પ પૈસા, એજ્યુ. શેષ, લેબર વેલ-ફેર શેષ આવક પાંચ પૈસા, ઓક્ટ્રોય ગ્રાન્ટ આવક ૯ પૈસા, અન્ય ગ્રાન્ટ આવક ૧૮ પૈસા તેમજ અન્ય આવક ૪ પૈસા મળી કુલ ૧૦૦ પૈસા થશે.રૂપિયો ક્યાં વપરાશે : એસ્ટા (સ્ટાફ) ર૦ પૈસા, એસ્ટા સફાઈ ર૪ પૈસા, એસ્ટા (જેએમટીએસ) ૧ પૈસો, વહીવટી ખર્ચ ર પૈસા, મરામત નિભાવ ખર્ચ ૧પ પૈસા, મહેસુલી ગ્રાન્ટ ખર્ચ ૧૬ પૈસા, એજ્યુ. અને લેબર વેલ-ફેર શેષ પાંચ પૈસા, નક્કી થયેલ પ્રોગ્રામ ખર્ચ ર પૈસા, જાહેર શિક્ષણ ખર્ચ પાંચ પૈસા, પરચુરણ ખૃચ ૭ પૈસા અને કેપિટલ ગ્રાન્ટ ટ્રાન્સફર સાથે મળી કુલ ૧૦૦ પૈસા થશે.
મનપાની રૂ. પ૭,૮૩૦.૭૩ મુદલ, રૂ. ૩૧,પર૧.૬૩ લાખનું વ્યાજ મળી કુલ રૂ. ૮૯,૩પર.૩૬ કરોડની જવાબદારી છે.જ્યારે રૂ. ૯૬,૬૮૭.પ૯ લાખનું લેણું બાકી છે. જેમાં દુકાન ભાડુ ૧૯પ.૬૪ લાખ, વ્યવસાય વેરો રૂ. પ૩૪પ.૭૩ લાખ, કારખાના લાયસન્સ ફી ર૦૪.૮૩ લાખ, વોટર ચાર્જ (કારપેટ) ૮૩૪૭.પ૩ લાખ, વોટર ચાર્જ (સ્લમ) ર૭૪૧.૦પ લાખ, વોટર ચાર્જ (જુનો) રૂ. ર૧૭પ.૯૯ લાખ, મિલકતવેરા (રેન્ટબેઝ) રૂ. ૬૦૮૪.૯૮ લાખ, મિલકત વેરો (કારપેટ) રૂ. ૪૮,૧૮૦.૮૪ લાખ, સર્વિસ યુઝર્સ ચાર્જ રૂ. ૯૧૦ લાખ અને મુખ્યમંત્રી/પ્રધાનમંત્રી લાભાર્થી ફાળો રૂ. ર૦૮૪ લાખ મળી કુલ ૭૬,૬૮૭.પ૯ લાખનું લેણું વસૂલવાનું બાકી દર્શાવાયું છે.
આગામી નવા નાણાકીય વર્ષમાં અનેક નવા કામો સૂચવાયા છે. જેમાં પાણી પુરવઠામાં મુખ્ય પાઈપલાઈનના કામો રૂ. ર૯.૮ર કરોડ, ડિસ્ટ્રીબ્યુશન નેટવર્કના કામ માટે રૂ. ૧૮ કરોડનો ખર્ચ થશે.
ઊંડ-૧ ઈન્ટેક વોલનું કામ રૂ. ૧૦.૯૧ કરોડનું ખર્ચ કરવામાં આવશે. ર કરોડનો ખર્ચ સમ્પ તથા પંપહાઉસ માટે થશે. નવાગામ (ઘેડ) એસટીપીની સિક્કા, ખાવડી સુધી પાઈપલાઈન, સ્ટોરેજ સમ્પનું કામ હાથ ધરવામાં આવશે. ભૂગર્ભ ગટર મજબૂતિકરણ તથા સંલગ્ન એસ.ટી.પી. માટે રૂ. ૧૧૦ કરોડનો ખર્ચ કરાશે. તેમજ સ્ટ્રોમ વોટર ડ્રેનેજ માટે ૩૩ કરોડ ખર્ચ કરાશે. રખડતા પશુના નિયંત્રણ માટે રૂ. ૧ર કરોડ, ઉપરાંત અન્ય જરૂરી મશીનરીની ખરીદી કરવામાં આવશે.
વિજયનગર જકાતનાકાથી નાઘેડી બાયપાસ પાસે રેલવે ફાટક ઉપર અન્ડરબ્રીજ અથવા ઓવરબ્રીજ માટે રૂ. ૧૯.૬૦ કરોડ, નાઘેડી જંકશનથી એરપોર્ટથી આગળ ફ્લાય ઓવરબ્રીજ માટે ૯૦ કરોડનું આયોજન છે. ઠેબા બાયપાસ જંકશન ઉપર સિક્સ લેન ફ્લાય ઓવરબ્રીજ માટે રૂ. ૭૩.૯૦ કરોડના ખર્ચનું આયોજન ઘડી કઢાયું છે.
સમર્પણ સર્કલમાં રૂ. ૪૪.૭૪ કરોડના ખર્ચે ફ્લાયઓવરબ્રીજ તથા કાલાવડ નાકા બહાર હૈયાત બ્રીજના સ્થાને રૂ. ૧ર કરોડના ખર્ચ રીવરબ્રીજ બનાવાશે. વિશાલ હોટલ પાસે રૂ. ૪૦ કરોડના ખર્ચે આંતરરાષ્ટ્રીય કલાનું સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ બનાવામાં આવશે.
માંડવી ટાવરનું રેસ્ટોરેશન અને ત્રીજા સ્મશાન માટે રૂ. પ કરોડનો ખર્ચ થશે. કાલાવડ તથા લાલપુર રોડનો ફાયર સ્ટેશનના વાહનો માટે રૂ. ૧ર કોરડ, ઉપરાંત ૩ કરોડના ખર્ચે આરોગ્ય કેન્દ્રના સાધનોની ખરીદી કરવામાં આવશે.આમ જામનગર મહાનગરપાલિકાનું વર્ષ ર૦રપ-ર૬ નું બજેટ હવે સુધારા-વધારા સાથે સામાન્ય સભામાં મોકલવામાં આવશે. જામનગર મહાનગર૫ાલિકાના કમિશ્નરે આજે રજૂ કરેલ બજેટ ચિફ એકાઉન્ટ ઓફિસર જીગ્નેશ નિર્મળ દ્વારા તૈયાર કરાયું હતું. તેમણે સતત રર મી વખત બજેટ તૈયાર કર્યુ છે. જે જામનગર મહાનગરપાલિકાના ઈતિહાસનો રેકોર્ડ છે.